યાત્રાધામ દ્વારકામાં નાતાલના મિનિ વેકેશનમાં પ્રવાસીઓ,યાત્રિકોનો ઘસારો થયો છે. દ્વારકા શહેરની મોટા ભાગની હોટલો ગેસ્ટહાઉસ, રેસ્ટોરન્સ હાઉસફુલ જોવા મળી રહ્યા છે. શહેરના પાર્કિંગમાં પણ વાહનોથી ચિક્કાર ભરાયેલા જોવા મળી રહ્યા છે. ખાણીપીણીની લારીઓમાં પણ ભીડ જામી હતી. યાત્રિકોએ ગોમતી સ્નાન બાદ કાળિયા ઠાકોરના દર્શન કરી દ્વારકા પંચકુઇ દરિયાઈ બિચ વિસ્તાર, ભડકેશ્વર, દ્વારકા દર્શન, રૂક્ષમણી મંદિર, નાગેશ્વર, ગોપીતળાવ, બેટ દ્વારકા, શિવરાજપુર બીચ, જેવા વિસ્તારોમાં ફરવા નિકળ્યા હતા. બેટ દ્વારકા પણ જેટી પર યાત્રિકોની ભીડ જામી હતી. ઉપરાંત શહેરના ટ્રાફીકની વ્યવસ્થા જળવાય રહે તે માટે ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. (તસવીર: અશોક ભાતેલિયા-દ્વારકા)
