ધતિંગ લીલા બંધ કરાવવા ગયેલી વિજ્ઞાન જાથાની હાજરીમાં ભૂઇએ પાડોશીને ધમકી આપી

નાનામવા રોડ પર મેઘમાયાનગરમાં છેલ્લા 20 વર્ષથી ઘરમાં માતાજીનો મઢ બનાવી, દોરા-ધાગા, જોવાના ધતિંગ કરતી ભુઈ ચકુમા ઉર્ફે નીતાબેન દિનેશભાઈ ભોજાણીનો ભારત જન વિજ્ઞાન જાથાની…

નાનામવા રોડ પર મેઘમાયાનગરમાં છેલ્લા 20 વર્ષથી ઘરમાં માતાજીનો મઢ બનાવી, દોરા-ધાગા, જોવાના ધતિંગ કરતી ભુઈ ચકુમા ઉર્ફે નીતાબેન દિનેશભાઈ ભોજાણીનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે માલવીયાનગર પોલીસ સ્ટેશનની મદદથી સફળ પર્દાફાશ કર્યો હતો.આ ઘટનામાં કહેવાતી ભુઈએ પાડોશીને ધમકાવતા માલવીયા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.પોલીસે ભુઈ સામે અટકાયતી પગલા લીધા છે.

આ ઘટનામાં મેઘમાયાનગરમાં રહેતા ભાવનાબેન જેનિષભાઈ ભોજાણી(ઉ.34)એ ફરિયાદમાં નીતાબેન દિનેશભાઈ ભોજાણી અને તેમના પુત્ર ઉમંગનું નામ આપતા તેમની સામે ફરિયાદ નોંધાઈ છે.ભાવનાબેને જણાવ્યું હતું કે,તેઓના પતિનું દોઢ વર્ષ પહેલાં અવસાન થયું હતું.તેમને બે સંતાન છે.ગઈ તા.9ના રોજ વિજ્ઞાનજાથાની ટીમ નીતાબેનના ઘરે પહોંચી ગઈ હતી અને તે વખતે પોતે ઘરની બહાર નીકળતા નીતાબેને માથાકૂટ કરી હતી અને કહેવા લાગી કે તું અહીંથી જતી રહે નહીતો તને જાનથી મારી નાખીશ.થોડીવારમાં તેનો પુત્ર પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને ઝઘડો કર્યો હતો.આ મામલે માલવીયા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે,છેલ્લા 20 વર્ષથી ભુઈ નીતાબેન ઉર્ફે ચકુમા ઘરમાં માતાજીનું સ્થાનક બનાવી શારીરિક, માનસિક, આર્થિક છેતરપિંડીનું કામ કરતી હતી.પરિવારના સદસ્યો રોજગારીનું એકપણ કામ કરતા નથી. મોંઘી કાર, વ્યાજ વટાવ સાથે જમીન સંબંધી કામ કરે છે. દોરા-ધાગા, મંત્ર-તંત્ર, માતાજીનો ખૌફ બતાવી ડરાવી-ધમકાવી રૂૂપિયા પડાવે છે.જાથાના જયંત પંડયાએ માતાજીના મઢે પહોંચતા સૌ પ્રથમ પરિચય આપી દોરા-ધાગાના ધતિંગ કાયમી બંધ કરાવ્યા હતા. શરૂૂઆતમાં ભુઈ તાડુકીને અમે દોરા-ધાગા કરતા નથી, તેના પતિ દિનેશભાઈ સુર પુરાવતા જાથાએ ધતિંગલીલાની વિડીયો કલીપ બતાવી પરિવાર સ્તબ્ધ થઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *