નવાગામમાંથી 7 લાખના બીમ મશીનની ઉઠાંતરી

  જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવાગામમાં એક ખાનગી કંપની દ્વારા મોટા પાઇપના પોલના બીમ ઉભા કરવાનું કામ ચાલી રહ્યું છે, જે સ્થળે રાખવામાં આવેલો રૂૂપિયા…

 

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવાગામમાં એક ખાનગી કંપની દ્વારા મોટા પાઇપના પોલના બીમ ઉભા કરવાનું કામ ચાલી રહ્યું છે, જે સ્થળે રાખવામાં આવેલો રૂૂપિયા પ.78 લાખની કિંમત નું મશીન કોક તસ્કરો ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

લાલપુર નજીક નવાગામ પાસે માધવ ક્ધસ્ટ્રક્શન એન્ડ સર્વેયર નામની કંપનીનું સર્વે નું કામ ચાલુ છે, અને સોલાર વિભાગમાં પોલીસિલિકોન એરિયામાં મોટા પાઇપ ના પોલના બીમ ઊભા કરવાનું કામ ચાલી રહ્યું છે.

જેમાં ઉપયોગમાં લેવાતું સર્વે કરવાનું ઇલેક્ટ્રોનિક્સ મશીન કે જેની કિંમત પ,78,000 હજાર રૂૂપિયા થાય છે, જે એક ક્ધટેનરમાં રાખેલ હતું, ત્યાંથી કોઈ તસકરો ચોરી કરી લઈ ગયા હોવાથી સમગ્ર મામલો પડાણા પોલીસ મથકમાં લઈ જવાય છે અને ચોરી અંગેની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જે તસ્કરોને પોલીસ શોધી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *