બેડી મરીન દ્વારા દરિયાઇ વિસ્તારમાં ચેકિંગ કાર્યવાહી

પહેલગામ હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા ચાંપની નજર જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં આતંકી હુમલાબાદ સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાઓ ઉપર સુરક્ષા એજન્સીઓને સતર્ક બનાવી દેવામાં આવી છે.…

પહેલગામ હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા ચાંપની નજ

જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં આતંકી હુમલાબાદ સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાઓ ઉપર સુરક્ષા એજન્સીઓને સતર્ક બનાવી દેવામાં આવી છે. દુશ્મન દેશ પાકિસ્તાન સૌરાષ્ટ્ર- કચ્છના દરિયા કિનારા ની નજીક હોવાથી જામનગર સહિતના સૌરાષ્ટ્ર કચ્છના સમગ્ર સાર કિનારા ઉપર જુદી જુદી સુરક્ષા એજન્સીઓ દ્વારા કડક ચેકિંગ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાજકોટ રેન્જ વિસ્તારમાં આવતા જામનગર, દ્વારકા અને મોરબી જિલ્લા સહિતના દરિયા કિનારાઓ ઉપર અલગ અલગ સુરક્ષા એજન્સીઓ ને તહેનાત કરાવાઈ છે. જેના અનુસંધાને જામનગરના બેડી મેરિન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પણ દરિયાઈ પટ્ટીની સુરક્ષા અંગે સતર્કતા રાખવામાં આવી રહી છે, અને તમામ સ્થળે ચેકિંગ ઉપરાંત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જામનગર જિલ્લાના દરિયા કિનારાઓમાં લેન્ડિંગ પોઇન્ટ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારો અને દરિયા કિનારાના નજીકના ગામોમાં સુરક્ષા જવાનો દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જેના અનુસંધાને જામનગરના જુના બંદર પર લાંગરેલી અલગ અલગ ફિશિંગ બોટ વગેરેમાં પણ બેડી મરીન પોલીસ સ્ટેશન ની ટિમ ઉપરાંત એલસીબી, એસ ઓ જી, મરીન કમાન્ડો અને હોમગાર્ડ સહિતના જવાનોની સંયુક્ત ટુકડી દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *