ભોજનની થાળી ભાત વગર અધુરી લાગે છે. મોટાભાગના લોકો ચોખા ખાવાનો શોખીન હોય છે. . જ્યારે શુદ્ધ, ઉચ્ચ ગુણવત્તાવાળા ચોખા રાંધવામાં આવે છે, ત્યારે તે એક સ્વાદિષ્ટ સુગંધ છોડે છે અને તેનો સ્વાદ ઉત્તમ હોય છે. જોકે આજકાલ બજારમાં બજારમાં પ્લાસ્ટિકના ચોખા પણ આવી ગયા છે. જે એકદમ અસલી ચોખા જેવા દેખયા છે અને તેને અસલી ચોખા સાથે ભેળસેળ કરી દેવામાં આવે છે. આ મિલાવટ તમારી હેલ્થને નુકસાન કરી શકે છે.
સ્ટિકના આ ચોખા દેખાવમાં બિલ્કુલ અસલી ચોખા જેવાજ હોય છે. ત્યાં સુધી કે તમે બનાવ્યા પછી પણ અસલી અને પ્લાસ્ટિકમાં ફરક નથી લગાવી શકતા. પણ ગભરાશો નહીં જાણી લો કે અસલી અને પ્લાસ્ટિકના ચોખાની ઓળખ કેવી રીતે કરશો.
પાણીમાં ડુબાડીને
ચોખાની શુદ્ધતા તપાસવા માટેનો સૌથી સરળ રસ્તો પાણીનો પ્રયોગ છે. એક વાસણમાં પાણી ભરી તેમાં થોડા ચોખા નાખો; જો ચોખા પાણીમાં ઉપર તરવા લાગે તો સમજી લેવું કે તે નકલી હોઈ શકે છે, કારણ કે અસલી ચોખા હંમેશા પાણીની સપાટી પર નીચે બેસી જાય છે.
ચોખાને સળગાવો
આ ઉપરાંત, ચોખાને સળગાવીને પણ તેની તપાસ કરી શકાય છે. જો ચોખા સળગતી વખતે પ્લાસ્ટિક જેવી ગંધ આપે, તો તે નકલી હોવાની પૂરેપૂરી શક્યતા છે. શુદ્ધ ચોખામાં ક્યારેય આવી વિચિત્ર ગંધ આવતી નથી.
ચોખાને તેલમાં મિક્સ કરો
એક કઢાઈમાં તેલને ઉકાળી લો. હવે તેમાં અડધી મુઠ્ઠી ચોખા નાખો. જો ચોખા પ્લાસ્ટિકથી બનેલા હશે તો તે પીગળીને એકબીજા સાથે ચોંટી જશે.
ફૂગ ન વળે તો સમજો ચોખા છે પ્લાસ્ટિકના
બીજી એક અસરકારક રીત એ છે કે ચોખાને રાંધીને 4-5 દિવસ માટે બહાર ખુલ્લા રાખી દો. જો તેમાં ફૂગ ન વળે અને તે એવા ને એવા જ રહે, તો તે પ્લાસ્ટિકના ચોખા હોઈ શકે છે, કારણ કે અસલી રાંધેલા ચોખા 2-3 દિવસમાં બગડવા લાગે છે અને તેમાંથી વાસ આવવા માંડે છે.
