નવા મુખ્યમંત્રી સાથે બે નાયબ મુખ્યમંત્રીએ પણ શપથ ગ્રહણ કર્યા: મંત્રીમંડળના વિસ્તરણ બાકી
બિહારમાં રાજકીય ઉલટફેર બાદ ભાજપના નેતા સમ્રાટ ચૌધરી બુધવારે સવારે 11 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેઓ બિહારના પ્રથમ ભાજપના મુખ્યમંત્રી બનશે. તેમની સાથે જેડીયુના વિજય ચૌધરી અને વિજેન્દ્ર યાદવ પણ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લે તેવી પ્રબળ શક્યતા છે. નીતિશ કુમારના રાજીનામા બાદ એનડીએ દ્વારા સમ્રાટ ચૌધરીને નેતા પસંદ કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે.
“તારાપુરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા સમ્રાટ ચૌધરીએ મંગળવારે સાંજે રાજ્યપાલ સૈયદ અતા હસનૈન સાથે મુલાકાત કરીને સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો. બિહારમાં ભાજપના અસ્તિત્વ કાળથી અત્યાર સુધી પક્ષ હંમેશા સહયોગી તરીકે જ રહ્યો છે, પરંતુ આ વખતે જે પ્રકારે સમીકરણો બદલાયા છે તેણે સમ્રાટ ચૌધરીને મુખ્યમંત્રીની ખુરશી સુધી પહોંચાડ્યા છે.
આ રાજકીય ઘટનાક્રમ માત્ર બિહાર જ નહીં પરંતુ રાષ્ટ્રીય રાજકારણ માટે પણ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. સમ્રાટ ચૌધરીની સાથે જેડીયુના બે દિગ્ગજ નેતાઓ વિજય ચૌધરી અને વિજેન્દ્ર યાદવ પણ શપથ લેશે તેવી માહિતી મળી રહી છે. વિજય ચૌધરી નીતિશ કુમારના અત્યંત નજીકના માનવામાં આવે છે અને તેઓ અગાઉ વિધાનસભા અધ્યક્ષ તેમજ મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. જો તેઓ ડેપ્યુટી સીએમ બનશે તો તે તેમની કારકિર્દીનો નવો પડાવ હશે. તેવી જ રીતે વિજેન્દ્ર યાદવ પણ 1990થી રાજકારણમાં સક્રિય છે અને ઉર્જા મંત્રી જેવી મહત્વની જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે. આ ત્રણેય નેતાઓ વચ્ચે એક ખાસ સમાનતા એ છે કે તેઓએ પોતાના રાજકીય સફરની શરૂૂઆત અન્ય પક્ષોથી કરી હતી અને સમય જતાં વર્તમાન પક્ષમાં જોડાયા છે.
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને તારાપુરના ધારાસભ્ય સમ્રાટ ચૌધરીએ શપથ લીધા, તેમના શપથ ગ્રહણ સાથે, તેઓ બિહારના રાજકીય ઇતિહાસમાં એક નવો અધ્યાય લખશે. તેઓ ભાજપના પ્રથમ મુખ્યમંત્રી બનશે. બિહારના રાજકારણમાં આ પહેલી વાર છે જ્યારે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી ચૂંટાશે.
“હકીકતમાં, તેની સ્થાપનાકાળ બાદથી જ, ભારતીય જનતા પાર્ટી લાંબા સમયથી ગઉઅના બેનર હેઠળ બિહારમાં રાજ્ય સરકારમાં ભાગીદાર રહી છે. એક કે બે નહીં, પરંતુ ઘણા ભાજપના ધારાસભ્યોએ નાયબ મુખ્યમંત્રી તરીકે પણ સેવા આપી છે, પરંતુ સમ્રાટ ચૌધરી બિહારના પ્રથમ ભાજપ મુખ્યમંત્રી બનશે. આ સંદર્ભમાં, સમ્રાટ ચૌધરીએ એક અનોખો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.
“જેડીયુના બે નેતાઓ પણ શપથ લીધા છે. અહેવાલો અનુસાર, સમ્રાટ ચૌધરીના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ સાથે, જનતા દળ યુનાઈટેડના બે વરિષ્ઠ નેતાઓ, વિજય ચૌધરી અને વિજેન્દ્ર યાદવ પણ શપથ લેશે. વિજય ચૌધરી અને વિજેન્દ્ર યાદવ બંનેને મુખ્યમંત્રી નીતિશ કુમારના નજીકના અને વિશ્વાસુ સાથી માનવામાં આવે છે.
વિજય ચૌધરી એનડીએ શાસન દરમિયાન મંત્રી અને વિધાનસભાના સ્પીકર તરીકે સેવા આપી ચૂક્યા છે. દરમિયાન, વિજેન્દ્ર યાદવે એનડીએ શાસન દરમિયાન વરિષ્ઠ મંત્રી તરીકે સેવા આપી છે. વિજેન્દ્ર યાદવને સીએમ નીતિશ કુમારના નજીકના સહયોગીઓમાંના એક પણ માનવામાં આવે છે.
આ ત્રણેય નેતાઓમાં આ અનોખી વાત છે.રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લેનારા સમ્રાટ ચૌધરી અને જેડીયુના બે વરિષ્ઠ નેતાઓ વિજેન્દ્ર યાદવ અને વિજય ચૌધરી વચ્ચે એક આશ્ચર્યજનક સમાનતા છે. સમ્રાટ ચૌધરી વિવિધ પક્ષોમાં સેવા આપ્યા પછી ભાજપમાં જોડાયા હતા, જ્યારે વિજય ચૌધરી અને વિજેન્દ્ર યાદવે અન્ય પક્ષોમાં પણ સેવા આપી છે. બંને નેતાઓએ અન્ય પક્ષોમાં પણ પોતાની રાજકીય કારકિર્દી શરૂૂ કરી હતી. સમ્રાટ ચૌધરીએ તેમની રાજકીય કારકિર્દી આરજેડી સાથે શરૂૂ કરી હતી અને એચએએમ પાર્ટી અને જેડીયુમાં સેવા આપ્યા પછી ભાજપમાં જોડાયા હતા.
બીજી તરફ, વિજય ચૌધરીએ કોંગ્રેસ પાર્ટી સાથે તેમની રાજકીય કારકિર્દી શરૂૂ કરી હતી. જોકે, બાદમાં તેઓ જનતા દળ (યુનાઇટેડ)માં જોડાયા અને મુખ્યમંત્રી નીતિશ કુમારના નજીકના સહયોગી બન્યા. તેવી જ રીતે, વિજેન્દ્ર પ્રસાદ યાદવે 1990 માં તેમની રાજકીય કારકિર્દી શરૂૂ કરી હતી, પ્રથમ વખત સુપૌલ વિધાનસભા બેઠક જીતી હતી.
1990 માં, વિજેન્દ્ર યાદવે તત્કાલીન જનતા દળ (યુનાઇટેડ) ની ટિકિટ પર ચૂંટણી જીતી હતી. 1990માં જ્યારે લાલુ પ્રસાદ યાદવનો કાર્યકાળ શરૂૂ થયો, ત્યારે 1991માં તેમને ઉર્જા રાજ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 19197માં જ્યારે જનતા દળનું વિભાજન થયું, ત્યારે શરદ યાદવ અને લાલુ પ્રસાદ યાદવે બે અલગ અલગ જૂથો બનાવ્યા. ત્યારબાદ વિજેન્દ્ર યાદવ શરદ યાદવને પસંદ કર્યાં અને ત્યારથી તેઓ જેડીયુમાં જ છે.
સમ્રાટે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યોમંગળવારે, મુખ્યમંત્રી નીતિશ કુમારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા પછી અને ગઉઅ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા પછી, સમ્રાટ ચૌધરીએ બુધવારે સાંજે રાજ્યપાલ સૈયદ અતા હસનૈનને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. ત્યારબાદ તેઓ બુધવારે સવારે 11 વાગ્યે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. સમ્રાટ ચૌધરી બિહારના 24મા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
ત્યારબાદ મંત્રીમંડળનું વિસ્તરણ થશેઅહેવાલો અનુસાર, સમ્રાટ ચૌધરી સાથે ફક્ત બે મંત્રીઓ શપથ લેશે. આગામી દિવસોમાં મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે. ત્યારબાદ વિવિધ મંત્રીઓમાં પોર્ટફોલિયો વહેંચવામાં આવશે.
બુલડોઝર બાબા અમર રહો: સમ્રાટ ચૌધરીના શપથ ગ્રહણમાં નારાબાજી
બિહારના નવા મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના શપથ લીધા પછી તરત જ, તેમના સમર્થકોએ “બુલડોઝર બાબા અમર રહો” ના નારા લગાવવાનું શરૂૂ કર્યું! આ સાથે જ, રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂૂ થઈ ગઈ છે કે શું ભાજપ ઉત્તર પ્રદેશમાં અપનાવવામાં આવેલા અભિગમના અનુરૂૂપ બિહારમાં ’યોગી મોડેલ’ લાગુ કરશે કે નહીં.બિહારમાં “સમ્રાટ યુગ” સત્તાવાર રીતે શરૂૂ થઈ ગયો છે. બુધવારે, રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) તરફથી સમ્રાટ ચૌધરીએ પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. નવી સરકારની રચના સાથે, બિહારમાં “બુલડોઝર કાર્યવાહી” અંગે ચર્ચાઓ જોર પકડવા લાગી છે. સમ્રાટે શપથ લેતાની સાથે જ તેમના સમર્થકો તેમને “બુલડોઝર બાબા” કહેવા લાગ્યા. પટણાના લોકભવનની બહાર, સમ્રાટની હાજરીમાં “બુલડોઝર બાબા અમર રહે!” ના નારા લાગ્યા. રાજકીય વર્તુળોમાં એવી અટકળો ચાલી રહી છે કે શું નવા મુખ્યમંત્રી, સમ્રાટ, ઉત્તર પ્રદેશમાં સ્થાપિત પેટર્નને અનુસરીને બિહારમાં ’યોગી મોડેલ’ લાગુ કરશે. ભાજપે પહેલીવાર રાજ્યમાં પોતાના મુખ્યમંત્રી સ્થાપિત કર્યા છે. અત્યાર સુધી, ગઉઅ સરકારનું નેતૃત્વ જનતા દળ (યુનાઈટેડ) જેડી(યુ) ના પ્રમુખ નીતિશ કુમાર સતત કરતા હતા. નીતિશના રાજ્યસભામાં જવા પછી, ભાજપને આખરે સરકારનું નેતૃત્વ કરવાની તક મળી છે. ભાજપના ટોચના નેતૃત્વએ સમ્રાટ ચૌધરી પર વિશ્વાસ મૂક્યો – જેઓ નીતિશ સરકારમાં નંબર-ટુ હોદ્દો સંભાળતા હતા – અને તેમને રાજ્યનું નેતૃત્વ સોંપ્યું. સમ્રાટને લાંબા સમયથી ભૂતપૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમારના પ્રિય માનવામાં આવે છે.
