ગોંડલમાં વેપારીની દુકાન પચાવી પાડવાનો કારસો, નામચીન શખ્સ સામે ચોથી ફરિયાદ

ગોંડલના કુખ્યાત બીટુ જાડેજા ઉર્ફે ભુર્ગરાજસિંહ રધુરાજસિંહ જાડેજા અને ઇમરાન ઝીકર નુરસુમાર નામના શખ્સે એક વેપારીની દુકાન ખાલી કરાવવા હવાલો લઇ વેપારીને ધમકી આપી દુકાન…

ગોંડલના કુખ્યાત બીટુ જાડેજા ઉર્ફે ભુર્ગરાજસિંહ રધુરાજસિંહ જાડેજા અને ઇમરાન ઝીકર નુરસુમાર નામના શખ્સે એક વેપારીની દુકાન ખાલી કરાવવા હવાલો લઇ વેપારીને ધમકી આપી દુકાન ખાલી કરાવવા આંતક મચાવ્યો હોય આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગોંડલના કુખ્યાત બીટુ જાડેજા ઉર્ફે ભુર્ગરાજસિંહ રધુરાજસિંહ જાડેજા સામે આ ચોથી ફરિયાદ નોંધાઈ છે.

ગોંડલ એમ.બી.આર્ટસ કોલેજ સામે ભુવનેશ્વરી મંદીર આગળ મેઈનરોડ ઉપર રહેતા રબ્બર સ્ટેમ્પ બનાવવાનું કામ કરતા યાહયાભાઇ ઓસમાણભાઈ નુરસુમારે કરેલી ફરિયાદમાં ગોંડલના કુખ્યાત બીટુ જાડેજા ઉર્ફે ભુર્ગરાજસિંહ રધુરાજસિંહ જાડેજા અને ઇમરાન ઝીકર નુરસુમારનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગોંડલ એમ.બી.આર્ટસ કોલેજ સામે ભુ વનેશ્વરી મંદીર આગળ મેઇનરોડ ધરના ફળીયામાં રોડ ઉપર દરવાજો પડે તે રીતે 2બ્બર સ્ટેમ્પ બનાવવાનુ છેલ્લા 30 વર્ષથી કામ કરે છે.

ગોંડલ સીટી સર્વે નં.1526/2 મીલ્કત તેમના દાદા હાજીહબીબભાઈ હાજીહાસમભાઈ નુરસુમાર નામની હોય દાદાને ત્રણ દીકરા જેમાં સવથી મોટા બાપુ હાજી મહમદભાઈ તેનાથી નાના બીજા નંબરે દાઉદભાઈ સવથી નાના તેમના પિતા ઓસમાણભાઈ હોય તેમજ પિતાને ત્રણ બહેનો હોય અને મારા દાદા અમો હાલમાં રહીએ છીએ તે સ્થળ ઉપર આશરે 1500 વારનો પ્લોટ ઉપર જેતે સમયે મારા પિતાજીએ નાના હતા ત્યારે જરુરીયાત મુજબના પ્લોટ ઉપર મકાન બાંધીને રહેતા હતા અને બાદ મારા દાદા તા.03/03/1970 મરણ જતા મારા દાદાની મીલ્કતમાંથી મારા પિતાને તેઓ ત્રણેયભાઈની સરખે હીસ્સે મીલ્કત વારસાઈ મુજબ ભાગમાં આવતી હોય જેથી જેતે સમયે પિતા તથા તેમના બન્ને ભાઇઓએ મોખીક રીતે સમજી આ પ્લોટના તેઓ ત્રણભાઇઓએ ભાગ પાડેલ હતા અને બાદ મારા બન્ને મોટાબાપુ સને 1971માં તેના ભાગની મીલ્કત ચંદુલાલ ભગવાનજીભાઈ પટેલ ને તેઓ બન્ને મોટાબાપુના ભાગે આવેલ પ્લોટ વેચી નાખી મોટા બાપુ હાજી મહમદ એમ.પી.રતલામ રહેવા જતા રહેલ બીજા બાપુ દાઉદભાઇ કડીયા લાઇન ગોંડલ ખાતે અલગથી રહેવા જતા રહેલ અને બાદ પિતાના ભાગે આવેલ હાલ યાહયાભાઈ જ્યાં રહે છે.

તે મીલ્કત બાબતે આશરે ચારેક વર્ષ પહેલા ગોંડલના રહેવાસી બીટુભાઇ ઉર્ફે ભુર્ગરાજસિંહ રધુરાજસિંહ જાડેજા તથા તેમની ઇમરાનભાઈ જીકરભાઈ નુરસુમાર બન્ને તેમની પાસે આવેલ અને કહેલ કે તમો રહો છો તે આ મીલ્કત અમોએ ખરીદી લી ધેલ છે અને તમો આ મીલ્કત થોડા સમયમાં ખાલી કરી આપો તેમ કહેતા યાહયાભાઇ તેઓને કહેલ કે આ મીલ્કત મારા પિતાજીને વારસાઇમાં મળેલ મીલ્કત છે તો તેણે કહેલ કે આ મીલ્કત તમારા બન્ને મોટાબાપુના દીકરાઓએ અમોને વેચાણ કરી આપે લ છે અને દસ્તાવેજ પણ અમારા નામે કરી દીધેલ છે તેમ જણાવતા યાહયાભાઇએ કહેલ કે આ મીલ્કત ઉપર ધણા કેશ વર્ષથી ગોંડલ કોર્ટમાં સીવીલ કેશ ચાલુ છે તો આ મીલ્કત તમો કેમ ખરીદી શકો ? તેમ કહેતા આ બન્ને યાહયાભાઇને થોડા સમય માં મકાન ખાલી કરી નાખવાની કહી જતા રહેલ હતા અને બાદ અવાર નવાર મકાન ખાલી કરવા ધમકાવતા હોય અને યાહયાભાઇ જાનથી મારી નાખવાની ધમકી આપી મીલ્કત બળજબરી થી પડાવી લેવા માંગતા હોય આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *