જામનગરમાં પતિ અને સાસુના ત્રાસથી કંટાળી પરિણીતાએ ઝેર પીધું

જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતી એક પરણીતાએ પોતાના પતિ અને સાસુના ત્રાસથી કંટાળી જઈ ઝેરી પ્રવાહી પીધું હતું, જેથી તેણીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઈ…

જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતી એક પરણીતાએ પોતાના પતિ અને સાસુના ત્રાસથી કંટાળી જઈ ઝેરી પ્રવાહી પીધું હતું, જેથી તેણીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. પોલીસે તેણીના પતિ અને સાસુ સામે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુનો નોંધ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં મેલડી માતાના મંદિર સામે રહેતી રોશનીબેન પરેશભાઈ ચાવડા નામની 22 વર્ષની પરણીત યુવતી એ કોઈ ઝેરી પ્રવાહી પી લેતાં તેણીને સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેણી ભાન માં આવી જતાં પંચકોસી એ. ડિવિઝન પોલીસે તેણીનું નિવેદન નોંધ્યું હતું. જે નિવેદનના તેણીએ પોતાના પતિ અને સાસુના ત્રાસથી કંટાળી જઇ આજથી પંદર દિવસ પહેલા ઘર છોડી દીધું હોવાનું અને પોતાના માવતરે ફલ્લા આવી ગઈ હતી. ત્યારબાદ તેણી ને મનમાં લાગી આવતાં બન્ને માંથી મુક્તિ મેળવવા માટે ઝેરી પ્રવાહી પી લીધું હતું, તેથી તેણીને હોસ્પિટલમાં દાખલ આવી હતી. જયાં તેણી ભાનમાં આવી જતાં પોલીસે નિવેદન નોંધ્યા બાદ તેણીના પતિ પરેશ ધનજીભાઈ ચાવડા અને સાસુ ભાનુબેન ધનજીભાઈ ચાવડા સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *