ઉપલેટામાં કુંભેશ્વર મહાદેવ મંદિરમાં દિન દહાડે દાનપેટી તોડવાનો પ્રયાસ

ઉપલેટામાં કાયદો ની વ્યવસ્થા ની સ્થિતિ ખરાબ છે તે હવે નવી વાત નથી ત્યારે હવે ઉપલેટામાં દિન દહાડે ચોરીનો એક પ્રયાસ થયો છે જેમાં ઉપલેટા…

ઉપલેટામાં કાયદો ની વ્યવસ્થા ની સ્થિતિ ખરાબ છે તે હવે નવી વાત નથી ત્યારે હવે ઉપલેટામાં દિન દહાડે ચોરીનો એક પ્રયાસ થયો છે જેમાં ઉપલેટા રેલ્વે સ્ટેશન પાસે આવેલ સુપ્રસિદ્ધ કુંભેશ્વર મહાદેવના મંદિરમાં સ્ટીલની દાનપેટી તોડી રોકડની ચોરી કરવાનો પ્રયાસ થયાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે એક ઈસમ વિરુદ્ધ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ 303(2), 62 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ફરિયાદી હરસુખભાઈ છગનભાઈ કાલાવડીયા (ઉ.વ. 68), જેઓ કુંભેશ્વર મહાદેવ મંદિરના સત્સંગભવનમાં રામધુન મંડળના પ્રમુખ તરીકે છેલ્લા 40-45 વર્ષથી સેવા આપે છે, તેમણે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. 10/12/2025 ના રોજ તેઓ બસ સ્ટેશન ચોકમાં હતા ત્યારે તેમને મંદિરના પૂજારી ચંદ્રવદન પ્રતાપભાઈ ભટ્ટનો ફોન આવ્યો હતો કે, મંદિરનો દરવાજો ખુલતો નથી અને કોઈએ તેને તોડવાનો પ્રયાસ કર્યો છે. તાત્કાલિક મંદિરે પહોંચીને જોતા, દરવાજામાં ફિટ કરેલી સ્ટીલની દાનપેટી થોડી દબાયેલી હાલતમાં હતી અને આજુબાજુનો સામાન વેરવિખેર પડ્યો હતો.

આ અંગે ફરિયાદીએ મંડળના અન્ય સભ્યોને જાણ કરતા તેઓ પણ મંદિરે પહોંચ્યા હતા. લાઇટ આવતા, મંદિરમાં લગાવેલા સી.સી.ટી.વી. ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. આ સી.સી.ટી.વી. ફૂટેજ આજુબાજુના લોકોને બતાવતા, ફૂટેજમાં દેખાતો વ્યક્તિ રણજીત રામજીભાઈ સોંદરવા (રહે. રેલ્વે સ્ટેશન સામે, ટુટીયાપરા, ઉપલેટા) હોવાનું જાણવા મળ્યું હતું. આ રણજીત રામજીભાઈ સોંદરવાએ ચોરીના ઈરાદે પથ્થર વડે દાનપેટી તોડવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવતા, ફરિયાદી હરસુખભાઈ કાલાવડીયાની ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ચોરીનો પ્રયાસ કરનાર વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ નોંધાવી છે.

ઉપલેટા પોલીસે ફરિયાદના આધારે આરોપી રણજીત રામજીભાઈ સોંદરવા વિરુદ્ધ બી.એન.એસ. કલમ 303(2) (ચોરી કરવાના ઈરાદે નુકસાન પહોંચાડવું/પ્રયાસ કરવો) અને 62 (સહાયક જોગવાઈઓ) હેઠળ ગુનો નોંધીને તસ્કરીનો પ્રયાસ કરનાર વ્યક્તિની અટકાયત કરી લીધી છે અને હવે આ મામલામાં વધુ તપાસ હાથ ધરી છે.ઝડપાયેલા વ્યક્તિ રણજીત રામજીભાઈ સોંદરવા વિશેની મળતી માહિતી અનુસાર આ વ્યક્તિ નશાનો ગુલામ હોવાનું અને વારંવાર હાથ સફાઈ કરવામાં માહેર હોવાનું પણ આવ્યું છે જેમાં અગાઉ પણ અનેક જગ્યા ઉપર વસ્તુની ઉઠાનતરી કરવી હાથ સફાઈ કરવી અને નશા માટે કોઈપણ કૃત્ય કરવું તે માટે આ ટેવાયેલો હોવાની પણ માહિતીઓ બહાર આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *