વાંકાનેરના મહિકા ગામે સરપંચ-ટીડીઓ-તલાટી સામે ફરિયાદ કરનાર યુવક પર હુમલો

વાંકાનેરના મહીકા ગામે રહેતા યુવાને ગામના સરપંચ, ટીડીઓ અને મંત્રી વિરુદ્ધ ફરિયાદ કરી હતી જેનું મનદુ:ખ રાખીને અજાણ્યા ત્રણ શખ્સો દ્વારા યુવાનને માથામાં છરી વડે…

વાંકાનેરના મહીકા ગામે રહેતા યુવાને ગામના સરપંચ, ટીડીઓ અને મંત્રી વિરુદ્ધ ફરિયાદ કરી હતી જેનું મનદુ:ખ રાખીને અજાણ્યા ત્રણ શખ્સો દ્વારા યુવાનને માથામાં છરી વડે ઇજા કરી હતી તથા ધોકા વડે સાહેદને માર માર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂૂ કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના મહીકા ગામે રહેતા યુવાન વિજયભાઈ શીવાભાઈ ચાવડા (38)એ અજાણ્યા ત્રણ શખ્સોની સામે હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે મહીકા ગામ જવાના જુના રસ્તે પુલના છેડા પાસેથી તે પસાર થઈ રહ્યા હતા ત્યારે તેના તથા સાહેદ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારે ફરિયાદી યુવાનને માથામાં છરી વડે ઇજા કરી હતી અને સાહેદને લાકડા વડે માર માર્યો હતો અને ભૂંડા બોલી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે અગાઉ તેણે મહીકા ગામના સરપંચ, ટીડીઓ અને મંત્રી વિરુદ્ધ ફરિયાદ કરેલ છે જેનું મન દુ:ખ રાખીને અજાણ્યા ત્રણ શખ્સો દ્વારા તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેથી પોલીસે હાલમાં યુવાનની ફરિયાદ લઈને ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂૂ કરેલ છે.

ટ્રેલર અડફેટે ઈજા
મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રાજનગરમાં રહેતા વસંતભાઈ વનમાળીભાઈ સરસાવડીયા (55) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ટ્રેલર નંબર આરજે 7 જીએફ 0976 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવી છે કે મોરબીના નેશનલ હાઈવે રોડ ઉપર મકાનસર ગામ પાસે ધર્મ કાંટા પાસેથી ટ્રક ટ્રેલરના ચાલકે બેફિકરાઈથી વાહન ચલાવીને બાઈકને પાછળથી ઠોકર મારી હતી જેથી કરીને અકસ્માત થયો હતો અને ત્યારે ફરિયાદીના ડાબા પગના ઘુંટી નીચેનો ભાગ છુંદાઇ જતા તેને ગંભીર ઇજા થઈ હતી અને ટ્રક ટ્રેલરનો ચાલક પોતાનું વાહન છોડીને નાસી ગયો હતો જેથી હાલમાં આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂૂ કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *