ગુજરાતમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના (PMFBY) અમલમાં ન હોવાના મુદ્દે કોંગ્રેસે રાજ્ય સરકાર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે દાવો કર્યો છે કે, સમગ્ર દેશમાં ખેડૂતોને કેન્દ્રની પાક વીમા યોજનાનો લાભ મળી રહ્યો છે. જ્યારે ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં આ યોજના અમલમાં નથી. તેમણે આ મુદ્દે રાજ્ય સરકાર પાસેથી સ્પષ્ટતા અને ખેડૂતો માટે ન્યાયની માંગ કરી છે.
શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, કેન્દ્રીય કૃષિ મંત્રીએ 25 નવેમ્બર, 2025ના રોજ ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી રાજ્યમાં ઙખઋઇઢ યોજના અમલમાં લાવવા વિનંતી કરી હતી. પત્રમાં કુદરતી આફતો, કમોસમી વરસાદ અને પાકના નુકસાન સમયે ખેડૂતોને મળતા લાભોની વિગત પણ દર્શાવવામાં આવી હતી. તેમ છતાં રાજ્ય સરકારે અત્યાર સુધી આ યોજના અમલમાં મૂકી નથી.
કોંગ્રેસના જણાવ્યા મુજબ રાજ્યસભામાં ગત વર્ષે કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. તેના જવાબમાં કેન્દ્ર સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે ઙખઋઇઢ યોજના સ્વીકારી ન હોવાથી કેન્દ્ર સરકાર આ યોજના હેઠળ ખેડૂતોને વળતર આપી શકતી નથી. કોંગ્રેસે આ જવાબને રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિ સામેનો પુરાવો ગણાવ્યો છે.
શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, કેન્દ્રની ભાજપ સરકારના કૃષિ મંત્રીએ ગુજરાત સરકારને પત્ર લખીને જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકારે 2019-20થી ખેડૂતોની પાક વિમા યોજના (PMFBY) બંધ કરી દીધી છે. તેથી કુદરતી આફતના સમયે ગુજરાતનાં ખેડૂતોને કોઈ લાભ કેન્દ્ર સરકાર તરફથી મળ્યો નથી. શક્તિસિંહ ગોહિલે કેન્દ્ર સરકારના કૃષિ મંત્રીના પત્રોની નકલ પ્રેસ મીડિયાને રજૂ કરી હતી.
આ પત્રમાં સ્પષ્ટ રીતે શક્તિસિંહ ગોહિલને જણાવ્યું છે કે, તમે તા. 5-12-2025ના રોજ રાજ્યસભામાં ઝીરો અવર્સમાં મુદ્દો ઉઠાવીને જણાવ્યું હતું કે, ગુજરાતમાં અતિભારે વરસાદના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયેલ છે. તેને કેન્દ્ર સરકારે વળતર આપવું જોઈએ. પરંતુ ગુજરાતની સરકારે ખેડૂતોની કેન્દ્રની પાક વિમા યોજના (PMFBY)નો 2019-20થી અસ્વીકાર કર્યો હોવાથી ગુજરાતના ખેડૂતોને કેન્દ્ર સરકાર કોઈ વળતર આપી શકે તેમ નથી.
તેમણે વધુમાં જણાવ્યું કે, કેન્દ્રના કૃષિ મંત્રીએ તા. 25-11-2025ના રોજ ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવેલું કે દેશના લગભગ તમામ રાજ્યો કેન્દ્રની ખેડૂત પાક વિમા યોજના (PMFBY)નો લાભ લઇ રહ્યા છે. કમોસમી વરસાદ, કુદરતી આફતો અને અતિવૃષ્ટિના સમયે ખેડૂતોને ખૂબ જ લાભ વિમાથી મળે છે. માટે ગુજરાત સરકાર તાત્કાલિક ખેડૂત પાક વિમા યોજના શરૂૂ કરે. તેમ છતાં આજ સુધી ગુજરાતમાં યોજના શરૂૂ કરવામાં આવી નથી.
કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે ચિંતા વ્યક્ત કરી છે કે, ચાલુ સિઝનમાં વરસાદની અનિશ્ચિતતા અને અલ નીનો જેવી પરિસ્થિતિને કારણે ખેડૂતોને ફરી નુકસાન થવાની શક્યતા છે. તેથી ખેડૂતોના હિતમાં ઙખઋઇઢ યોજના તાત્કાલિક અમલમાં મૂકવાની માંગ કરવામાં આવી છે.
