મનપાનાં વેરા વિભાગ દ્વારા 454 કરોડનો વાર્ષીક લક્ષ્યાંક પુર્ણ કરવા માટે સીલીંગ અને જપ્તી સહીતની કામગીરી હાથ ધરી છે. પરંતુ કાર્યક્રમમા સ્ટાફ કાર્યરત હોવાનાં કારણે ઉઘરાણી સમયસર થઇ શકતી નથી. જેના લીધે ચેકથી પેમેન્ટ કરનાર અનેક આસામીઓ છટકી જતા હોય છે. પરંતુ મિલકત વેરા પેટે ર વર્ષ પહેલા 30 હજાર રૂપીયાનો ચેક અરજદારે આપેલ જે બેંકમાથી રીટર્ન થતા આ અંગેનો કેસ ચાલી જતા ચેક રીટર્ન કેસમા કોર્ટે આસામીને છ માસની સજાનો હુકમ કર્યો હતો.
મહાનગર પાલિકાનાં વેરા વિભાગ દ્વારા મિલકત વેરા પેટે આસામીઓ પાસેથી ચેક દ્વારા પેમેન્ટ લેવામા આવતુ હોય છે . અનેક વખત આસામીઓનાં ખાતામા પુરતી બેલેન્સ ન હોવાથી ચેક રીટર્ન થતો હોય છે છતા તંત્ર દ્વારા આ આસામીને આ અંગેની જાણ કરી એક મોકો આપવામા આવે છે પરંતુ બે વર્ષ પહેલા એક આસામીએ 30 હજારનો મિલકત વેરો ભરપાઇ કરવા ચેક આપેલ જે બેંકમાથી રીટર્ન થતા આ આસામીને આ અંગે નોટીસ આપેલ છતા વેરો ભરપાઇ ન કરતા અંતે કેસ દાખલ કરવામા આવેલ જેનો ચુકાદો આજ રોજ આવતા 30 હજારનાં ચેક રીટર્ન કેસમા આસામીને છ માસની સજાનો હુકમ કોર્ટ દ્વારા કરવામા આવ્યો છે.
