નવા નિયમનો અમલ શરૂ, 29 માર્ચ-2026 સુધીની મુદત, 70 વર્ષથી મોટી ઉંમરના અને એનએફએસએ કાર્ડ ધારકોને મુક્તિ: અરજદારોએ કાર્ડ રિન્યુ કરાવવા અનુરોધ
સરકાર દ્વારા આરોગ્યમાં નોંધપાત્ર નિયમો લાગુ કરી મધ્ય અને ગરીબ પરિવારો માટેPMJY યોજના શરૂ કરી છે. જેમાં આવક વધતા નિયમની બહાર જનાર અરજદારોના કાર્ડ રદ કરવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે અને સાથોસાથPMJY કાર્ડની મુદત પૂર્ણ થઇ ગઇ હોય અને આજ સુધી રીન્યુ ન કર્યા હોય તેમના માટે તા.31/3/26 સુધીની મુદત આપી કાર્ડ રીન્યુ કરવાનો અનુરોધ કર્યો છે. સાથોસાથ હવે આવકના દાખલા સાથેPMJY કાર્ડની મુદત પણ પૂર્ણ થશે જેના માટે અરજદારે નવો દાખલો કઢાવી રજૂ કર્યા બાદ કાર્ડ રીન્યુ થઇ શકશે.
મનપાના આરોગ્ય વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ આવકના દાખલા ઉપરથીPMJY કાર્ડ કઢાવેલ હોય અને તેની મુદત પૂર્ણ થઇ હોય તેવા અરજદારોએ તા.31/3/26 સુધીમાં કાર્ડ રીન્યુ કરવવાની સુચના આપવામાં આવી છે. જયારે હવે પછીPMJY કાર્ડની મુદત આવકના દાખલાની મુદત પૂર્ણ થતા જ આપોઆપ થઇ જશે જેના લીધે અરજદારે સરકારી વર્ષ મુજબ દાખલાની મુદત ગણીPMJY કાર્ડરીન્યુ કરાવવુ પડશે અને સાથોસાથ નવો આવકનો દાખલો રજૂ કરવાનો રહશે.
મુદત પૂર્ણ થયા બાદPMJY કાર્ડ સરકાર દ્વારા સ્થિતિગ કરી દેવામાં આવશે. જેની દરેક અરજદારે નોંધ લેવા જણાવવામાં આવ્યું છે. સરકાર દ્વારા હાલમાં આવકમાં વધારો થયો હોય તે પ્રકારના લાખો અરજદારોનાPMJY કાર્ડ રદ કરી દીધા છે અને ભવિષ્યમાં પણ સમયસર રીન્યુ ન કરાવનાર અરજદારોના કાર્ડ રદ થવાના નિયમો આવવાની શક્યતા જોવાઇ રહી છે. છતાં તંત્ર દ્વારા સરકારના પરિપત્ર બાદ વધુ જાહેરાત કરવામાં આવશે પરંતુ તા.29 માર્ચ સુધીમાં બાકી રહી ગયેલાઓએ કાર્ડ રિન્યુ કરાવી લેવાનો અનુરાોધ કર્યો છે.
સરકારી કર્મચારીઓના કાર્ડ રદ થશે
સરકારની PMJY યોજનાનો લાભ અનેક સરકારી કર્મચારીઓ ઉઠાવી રહ્યા છે. વાર્ષિક આવક મુજબનો નિચો પગાર હોય તેમને આ લાભ મળવા પ્રાપ્ત છે. પરંતુ છેલ્લા થોડા વર્ષો દરમિયાન અનેક સરકારી કર્મચારીઓના પગાર ભથ્થામાં મોટો વધારો જોવા મળ્યો છે. જેના લીધે હવે નિયમ મુજબનો આવકનો દાખલો મળવા પ્રાપ્ત નથી આથી જે સરકારી કર્મચારીઓએ અગાઉ જુની આવક મુજબ PMJY કાર્ડ મેળલ હોય તેઓએ પ્રથમ નવો આવકનો દાખલો રજૂ કરી કાર્ડ રીન્યુ કરાવવાનુ રહેશે ત્યારબાદ કાર્ડ રદ કરી શકાશે.
