હું ચૂપ ત્યાં સુધી ‘આપ’ સલામત : કરપડાની ચીમકી

જેલવાસ દરમિયાન કોઈએ ‘ભાવ’ પૂછયો નહીં, ખેડૂતોની વેદના જોઈ પાર્ટી છોડવાનું નક્કી કરી લીધુ’તું ગોપાલ ઈટાલિયા-મનોજ સોરઠિયા ઉપર આરોપોનો વરસાદ, હવે બિનરાજકીય રહીને કામ કરવાની…

જેલવાસ દરમિયાન કોઈએ ‘ભાવ’ પૂછયો નહીં, ખેડૂતોની વેદના જોઈ પાર્ટી છોડવાનું નક્કી કરી લીધુ’તું

ગોપાલ ઈટાલિયા-મનોજ સોરઠિયા ઉપર આરોપોનો વરસાદ, હવે બિનરાજકીય રહીને કામ કરવાની જાહેરાત

આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ ખેડૂત નેતા રાજુ કરપડાએ પ્રેસ કોન્ફરન્સ કરી અનેક આરોપ લગાવ્યા છે.આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે ’આપ’ ના વરિષ્ઠ નેતાઓ, ખાસ કરીને ગોપાલ ઇટાલિયા અને અન્ય નેતાઓ પર ગંભીર આરોપો લગાવીને રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. અઅઙ નેતાઓને રાજુ કરપડાની ખુલ્લી ચીમકી: “હું ચૂપ છું ત્યાં સુધી તમે સલામત છો”

રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી સાથેનો પોતાનો વર્ષો જૂનો નાતો તોડ્યા બાદ આજે મીડિયા સમક્ષ આવીને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે જ્યારે તેઓ ખેડૂતોની લડાઈ લડતા જેલમાં ગયા, ત્યારે પાર્ટીએ તેમની પીઠમાં છરો ભોંક્યો છે.

રાજુ કરપડાએ આરોપ લગાવ્યો કે પોણા ચાર મહિનાના જેલવાસ દરમિયાન આમ આદમી પાર્ટીના એક પણ વકીલે તેમની મુલાકાત લીધી નહોતી કે કોઈ કાનૂની મદદ કરી નહોતી. તેમણે કહ્યું, “મેં જ્યારે જેલમાં ખેડૂતોની વેદના જોઈ ત્યારે જ નક્કી કરી લીધું હતું કે હવે ’આપ’ સાથે રહેવું નથી. પાર્ટીના નેતાઓના કારણે જ ખેડૂતોને વધુ સમય જેલમાં રહેવું પડ્યું છે.”

આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ ખેડૂત નેતા રાજુ કરપડાએ ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠિયા સામે ગંભીર આરોપોનો વરસાદ વરસાવ્યો છે. કરપડાએ આક્ષેપ કર્યો છે કે આ બંને નેતાઓ એક ષડયંત્રના ભાગરૂૂપે કામ કરી રહ્યા છે અને તેઓ ક્યારેય ’આપ’ ને ગુજરાતમાં મજબૂત થવા દેશે નહીં. તેમણે વધુમાં જણાવ્યું કે, જ્યારે તેઓ અને અન્ય ખેડૂતો જેલમાં બંધ હતા, ત્યારે પાર્ટીએ એક પણ વકીલની મદદ મોકલી નહોતી, જેના કારણે ખેડૂતોએ ત્રણ મહિના સુધી જેલવાસ ભોગવવો પડ્યો હતો.

રાજુ કરપડાએ સનસનાટીભર્યો દાવો કર્યો કે ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠિયા કેજરીવાલ સુધી સાચી વાસ્તવિકતા પહોંચવા દેતા નથી અને જેવું તેઓ કેજરીવાલની નજીક આવ્યા કે તરત જ તેમની વિરુદ્ધ ષડયંત્રો શરૂૂ થઈ ગયા હતા. તેમને મૌન રહેવા માટે ફોન આવતા હોવાનો પણ તેમણે ખુલાસો કર્યો છે. આ સાથે જ તેમણે ઈસુદાન ગઢવીને અપીલ કરી છે કે પાર્ટીમાં રહીને જ પાર્ટીને તોડનારા તત્વોને તેઓ ઓળખી લે. અંતમાં તેમણે સંકેત આપ્યા કે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો તરફથી વાયા-વાયા તેમનો સંપર્ક કરવામાં આવ્યો છે, પરંતુ હાલ તેઓ ખેડૂતોના હિતને પ્રાધાન્ય આપી રહ્યા છે.

ગોપાલ ઇટાલિયાનું નામ લીધા વગર કરપડાએ ગંભીર આક્ષેપ કર્યો કે પાર્ટીના એક-બે નેતાઓએ તેમને ફસાવવાનો પ્રયાસ કર્યો છે. કરપડાએ દાવો કર્યો કે તેમની પાસે અગાઉથી એક વીડિયો તૈયાર કરાવવામાં આવ્યો હતો, જેનો પાછળથી પાર્ટીએ દુરુપયોગ કર્યો છે. કરપડાએ કહ્યું કે તેમના રાજીનામા બાદ પાર્ટીના નેતાઓ એવું જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે કે જૂના કેસોના ડરથી તેમણે રાજીનામું આપ્યું છે, જે વાત તદ્દન પાયાવિહોણી છે.

કરપડાએ યાદ અપાવ્યું કે તેમણે ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે રાત-દિવસ મહેનત કરી હતી. તેમણે ચૈતર વસાવા, હેમંત ખવા અને ઇસુદાન ગઢવી જેવા નેતાઓને પણ મદદ કરી હોવાનો દાવો કર્યો હતો. તેમણે ચીમકી આપતા કહ્યું, “હું હજુ પણ ઘણું છુપાવી રહ્યો છું, જ્યાં સુધી હું ચૂપ છું ત્યાં સુધી તમે (આપના નેતાઓ) સલામત છો.”

પોતાની ભવિષ્યની યોજના વિશે વાત કરતા રાજુ કરપડાએ સંકેત આપ્યા કે તેઓ હાલ પૂરતા કોઈ રાજકીય પક્ષમાં જોડાવા માંગતા નથી અને બિન-રાજકીય રહીને ખેડૂતો માટે કામ કરશે. તેમણે ઉમેર્યું કે જો તેઓ પાર્ટીમાં ન હોત અને બિન-રાજકીય લડત લડ્યા હોત તો કદાચ તેમની પર ગુના પણ દાખલ ન થયા હોત.

પ્રેસ કોન્ફરન્સના મુખ્ય અંશો
વકીલની મદદ ન મળી: જેલમાં એક પણ પાર્ટીના વકીલ ફરક્યા નથી. આપના નેતાઓના સ્વાર્થમાં ખેડૂતો ભોગ બન્યા. હડદડ સત્યાગ્રહમાં જે નેતાઓને ધરપકડનો ડર હતો તેઓ લડાઈથી દૂર રહ્યા હતા. જેલમાં ખેડૂતોને પડતી તકલીફ જોઈને લીધેલો નિર્ણય. રાજુ કરપડાના આ આક્ષેપો બાદ હવે આમ આદમી પાર્ટીના નેતાઓ શું પ્રતિક્રિયા આપે છે તેના પર સૌની નજર છે.

ઈટાલીયા સોરઠિયા ભાજપની બી-ટીમ
રાજકોટમાં રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના મહામંત્રી મનોજ સોરઠીયા અને ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા પર પ્રહારો કર્યા હતા. રાજુ કરપડાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે આખી આમ આદમી પાર્ટી નહીં પણ ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠીયા ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે. અમે જેલમાં જ રહીએ તેવા પ્રયાસ કર્યા. આમ આદમી પાર્ટી મજબૂત ન થાય તે માટે બંને નેતા કામ કરી રહ્યા છે.

ભાજપ-કોંગ્રેસે વાયા સંપર્ક કર્યો, હાલ કોઈ પાર્ટી સાથે જોડાઈશ નહીં
ગઈકાલે આમ આદમી પાર્ટીના તમામ સભ્યપદેથી રાજીનામા બાદ આજે રાજુ કરપડાએ પ્રેસ કોન્ફરન્સમાં પોતાની આગામી રણનીતિની ચર્ચા કરી હતી અને જણાવ્યું હતું કે, હું હાલમાં કોઈ પાર્ટી સાથે જોડાવવાનો નથી, પરંતુ આવતા દિવસોમાં ખેડૂત સંમેલન જરૂૂર બોલાવીશ. ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા અને ખેડૂતોના હિતમાં જે કામ કરશે તે પાર્ટીમાં જોડાઇશ અને તે પાર્ટીના સ્ટેજ પરથી વખાણ પણ કરીશ. ભાજપ-કોંગ્રેસે વાયા વાયા પોતાનો સંપર્ક કર્યાનો તેમણે દ્વો કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *