આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલ પપ પાણીના નમૂના ફેઇલ થતા પાણી અને બરફના કારખાનાઓ વિરૂધ્ધ કાર્યવાહી
રાજ્ય સરકારની સુચના બાદ આરોગ્ય વિભાગ દ્વારા પાણી જન્ય રોગચાળના અટકાયતી પગલાના ભાગરૂપે ગઇકાલે અને આજે બરફ તેમજ મીનરલ વોટરના ધંધાર્થીઓને ત્યા ચકાસણી હાથ ધરી અગાઉ લીધેલા અને હાલમાં પરિક્ષણ કરેલ લેબ રીપોર્ટના આધારે સ્વાસ્થય માટે હાનિકારણ પાણી મીનરલ વોટરના નામે ધાબડતા 47 કારખાના સીલ કરવામાં આવ્યા હતા.
રાજકોટ શહેરની જાહેર જનતાના આરોગ્ય હિતાર્થે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રાજકોટ શહેરના પાણી/બરફ વિતરકો પાસેથી આરોગ્ય વિભાગ દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવેલ જેની વિગત નીચે મુજબ છે.
MPN કાઉન્ટમાં કોલીફોર્મ કાઉન્ટ/100ખક પ્રમાણે 0(શૂન્ય) એટલે એક્સેલન્ટ, 1 થી 3 ને સેટીસફેક્ટરી, 4 થી 9 ને સસ્પીસીયસ અને 10 કે તેથી વધુને અનસેટીસફેક્ટરી ગણવામાં આવે છે.
આરોગ્યની દ્રષ્ટીએ યોગ્ય ન હોય તેવા સસ્પીસીયસ અને અનસેટીસફેક્ટરી રીઝલ્ટ આવેલા એકમો પૈકી 53 એકમોને આરોગ્ય વિભાગ દ્વારા ધી જી.પી.એમ.સી. એક્ટ 1949 ની કલમ 376 (એ) અન્વયે સીલ કરવાની મંજુરી મેળવી સીલ કરવાની કામગીરી કરવામાં આવી રહી જે અન્વયે હાલ કુલ 47 એકમોને સીલ કરવામાં આવેલ છે અને બાકીના એકમોને સીલ કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે. વધુમાં જણાવવાનું કે આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ કલેક્શનની કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે તેમજ તમામ પાણી/બરફ વિતરકો દ્વારા નીચે મુજબના સૂચનોની અમલવારી કરવાની રહેશે.
પાણીના સેમ્પલના લેબ રીપોર્ટની વિગત
પાણીના જગ વિતરણ કરતા ધંધાર્થીઓની સંખ્યા 91
લેવામાં આવેલ પાણીના સેમ્પલની સંખ્યા 91
પરીક્ષણ માટે મોકલવામાં આવેલ સેમ્પલની સંખ્યા 91
એક્સેલન્ટ રીઝલ્ટ આવેલ સેમ્પલની સંખ્યા 9
સેટીસફેક્ટરી રીઝલ્ટ આવેલ સેમ્પલની સંખ્યા 11
સસ્પીસીયસ રીઝલ્ટ આવેલ સેમ્પલની સંખ્યા 16
અનસેટીસફેક્ટરી રીઝલ્ટ આવેલ કુલ સેમ્પલની સંખ્યા 55
નીચે મુજબના નિયમોની અલમવારી ફરજિયાત
1) બોરવેલના પાણીનો ત્રણ (3) મહિના ગાળે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે રીપોર્ટ કરાવીને રેકોર્ડમાં રાખવાનો રહેશે.
2) રોજનું ફિલ્ટર કરેલ પાણીનું રજીસ્ટર નિયમિત રીતે નિભાવવાનું રહેશે.
3) ફિલ્ટર બદલવાની તારીખનો યોગ્ય રેકોર્ડ નિભાવવાનો રહેશે.
4) ફિલ્ટર ખરીદીના તમામ બીલો સાચવીને રાખવાના રહેશે.
5) ફિલ્ટર મેન્ટેનન્સ સંબંધિત તમામ બીલો સાચવીને રાખવાના રહેશે.
6) પાણીનો પબ્લિક હેલ્થ લેબોરેટરીનો રીપોર્ટ મહિને સંબંધિત કચેરીમાં રજુ કરવો.
7) તૂટેલા જગ દૂર કરવા અને ઉપયોગમાં લેવાતા જગ ફૂડ ગ્રેડ સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ.
8) સ્થળ/જગ્યાનું જરૂૂરી રીપેરીંગ કામ સમયસર પૂર્ણ કરવાનું રહેશે.
9) જગ (કેન) નિયમિત અને વ્યવસ્થિત રીતે સાફ રાખવાના રહેશે.
10) પાણીની નિયમિત સફાઈ અને જાળવણી કરવાની રહેશે.
11) દરેક જગ પર વિક્રેતાનું નામ અને મોબાઈલ નંબર સ્પષ્ટ રીતે દર્શાવવાના રહેશે.
12) દરેક વિક્રેતા/સપ્લાયર વેચાણ કરેલ પાણીના જગ/બરફનું ગ્રાહક રજિસ્ટર નિભાવવાનું રહેશે જેમાં ઉત્પાદન તારીખનો ઉલ્લેખ, ગ્રાહકની સહીનો સમાવેશ થશે.
13) ક્લોરીન ડોઝિંગ (ફ્યુઝ) પંપ ઇન્સ્ટોલ કરાવી 3 ઙઙખ સુપર ક્લોરીનેશન કરેલ પાણીનું જ વેચાણ કરવાનું રહેશે.
