10 મિનિટમાં 17.60 લાખની ચાંદી ચોરનાર કારીગર ઝડપાયો

કારખાનામાંથી ચાંદીની ચોરી કરી વાડીમાં ડાટી દીધી હતી, એલસીબી ઝોન-1ની ટીમે ભેદ ઉકેલ્યો શહેરમાં અલગ-અલગ ચાંદીની પેઢી પાસેથી કાચું ચાંદી લાવી ઓર્ડર મુજબ દાગીના બનાવી…

કારખાનામાંથી ચાંદીની ચોરી કરી વાડીમાં ડાટી દીધી હતી, એલસીબી ઝોન-1ની ટીમે ભેદ ઉકેલ્યો

શહેરમાં અલગ-અલગ ચાંદીની પેઢી પાસેથી કાચું ચાંદી લાવી ઓર્ડર મુજબ દાગીના બનાવી આપવાનું કામ કરતા મુળ મહારાષ્ટ્રના દંપતિને ત્યાં દોઢ મહિના પહેલાં નોકરીએ રાખેલા વેલનાથપરાના કારીગરે 10 મિનીટમાં જ રૂૂ.17.60 લાખની 16 કિલો ચાંદીની ચોરી કરનાર શખ્સને ઝોન-1 એલસીબીની ટીમે ઝડપી લઇ ભેદ ઉકેલી નાખ્યો હતો.

મળતી વિગતો મુજબ મોરબી રોડ પર સેટેલાઈટ ચોક નજીક શાંતિકુંજ સોસાયટીમાં રહેતા રાહુલ ધોંડીરામ સાવંત (ઉ.વ.32) 12 વર્ષથી રાજકોટમાં ચાંદીકામનો વ્યવસાય કરે છે. રાહુલ અલગ-અલગ ચાંદીની પેઢીઓ પાસેથી કાચું ચાંદી લાવી ઓર્ડર પ્રમાણે દાગીના બનાવી આપે છે.

લાતી પ્લોટ શેરી નં.11માં આવેલા દિલીપ હરિભાઈ કાછડીયાના આઈ શ્રી ખોડિયાર સિલ્વર નામની પેઢીમાંથી ત્રણ દિવસ પહેલાં 16802 ગ્રામ કાચુ ચાંદી નાના બાળકોના કડા અને કાસ્ટીંગ લોક બનાવવા માટે લાવ્યો હતો. જે ચાંદી તેને ત્યાં દોઢ મહિના પહેલાં નોકરીએ લાગેલો વેલનાથપરાનો વિજય નટુભાઈ નાગાણી ચોરી ગયો હતો. આ મામલે ઝોન-1 એલસીબીના પીએસઆઈ એમ.કે.મોવલીયા અને તેમની ટીમે ભેદ ઉકેલી નાખી વિજય નટુ નાગાણીને ઝડપી લઇ રૂૂ.15.47 લાખનું 15 કિલો ચાંદી અને જીજે 03 એનએમ 1442 નંબરનું બાઈક સહીત રૂૂ.15.97 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

બનાવના દિવસે રાહુલ સાવંત દિલીપ કાછડીયા ચાંદીના દાગીના આપવા ગયો અને તે દરમિયાન પુત્ર રડતો હોવાથી તેની પત્ની પુત્રને તેડીને બહાર નીકળી હતી. આ સમયે માત્ર 10 મિનીટમાં જ વિજયે ચોરી ને અંજામ આપ્યો હતો. વિજય ત્રીજા માળે આવેલ કારખાનાના રૂૂમ માંથી ચાંદીનું પોટલું બાજુમાં આવેલ પ્લોટમાં ફેકી દીધું અને ફટાફટ ઘરમાંથી બહાર નીકળી ગયો હતો.

17.60 લાખની કિંમતના 16107 ગ્રામની ચાંદીની ચોરી બાઈક ઉપર વિજય ચોટીલા ગયો અને તેની વાડીએ ચાંદી જમીન માં દાટી દીધું હતું. અને ગ્રાહકની શોધમાં હતો ત્યારે આજે પાંચ કિલો ચાંદી ઓગાળી રાજકોટ વેચવા આવ્યો ત્યારે એલસીબી ઝોન-1ના હાથે પકડાઈ ગયો હતો. પકડાયે વિજય આગાઉ પણ 1 કિલો સોનાની ચોરીમાં માલવિયાનગર પોલીસમાં પકડાઈ ગયો હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. પોલીસ કમીશ્નર બ્રજેશકુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા,ડીસીપી ઝોન-1 હેતલ પટેલ સુચનાથી એલસીબી ઝોન-1 ના પીએસઆઈ એમ.કે.મોવલીયા સાથે એ.એસ.આઇ મનરૂૂપગીરી ગૌસ્વામી, હરેશભાઇ પરમાર, હિતેશભાઇ પરમાર, જગદીશસિંહ પરમાર, હિતેન્દ્રસિંહ ઝાલા ,રવિરાજભાઇ પટગીર, જયપાલસિંહ ઝાલા,જુગલભાઇ કથીરીયા, નીખીલભાઇ પીરોજીયા, નિલેશભાઇ જમોડે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *