કાળીપાટના યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

આજીડેમ નજીક આવેલા કાળીપાટ ગામે રહેતા 20 વર્ષીય રોહિત વ્યાસ નામના યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેને સારવાર અર્થે ગોંડલ…

આજીડેમ નજીક આવેલા કાળીપાટ ગામે રહેતા 20 વર્ષીય રોહિત વ્યાસ નામના યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેને સારવાર અર્થે ગોંડલ હોસ્પિટલે લઈ જવાયો હતો પરંતુ ટૂંકી સારવારમાં જ તેમનું મોત નીપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ પોલીસને કરાતા તેઓએ તપાસ આદરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ, કાળીપાટ ગામે રહેતા રોહિત સુરેશભાઈ વ્યાસએ ગઈકાલે સાંજના પાંચેક વાગ્યાની આસપાસ કાળીપાટ ગામ રોડ ઉપર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે અંગે પરિવારને જાણ થતા તેઓ તુરંત દોડી આવ્યા હતા અને યુવાનને સારવાર વખતે ગોંડલ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

જો કે ત્યાં તેમનું ટૂંકી સારવારમાં જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા ગોંડલ સીટી પોલીસ મથકનો સ્ટાફ તોડી આવ્યો હતો અને પ્રાથમિક કાગળો કરી વધુ તપાસ રાજકોટ આજીડેમ પોલીસને અપાય હતી. વધુમાં મળેલ વિગત મુજબ યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે અંગે કારણ જાણી શકાયું નથી. જે અંગે વધું તપાસ આજીડેમ પોલીસે યથાવત રાખી છે. બનાવથી મૃતક યુવાનના પરીવારમાં કલ્પાંત છવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *