રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ગોંડલ,જેતપુર અને ભાયાવદર માટે 20 જેટલા ટ્રાફિક બ્રિગેડની ભરતી કરવાની હોય જેના માટે ફોર્મ વિતરણ શરુ કરવામાં આવ્યું છે. ફોર્મ ભરી 25-2 સુધી પરત કર્યા બાદ પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
રાજકોટ જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ, રાજકોટ ગ્રામ્ય દ્વારા સંચાલિત ટ્રાફિક બ્રિગેડ માનદ સેવા આપવા ઇચ્છતા પુરૂૂષ તથા મહિલા મળી કુલ 20 ઉમેદવારોની રાજકોટ જિલ્લાના ગોંડલ નગરપાલીકામાં 9.જેતપુર નગરપાલીકા માટે 8 અને ભાયાવદર નગરપાલીકા માટે 3 મળી ત્રણેય નગરપાલીકા વિસ્તારો માટે 20 મહેકમ (જગ્યા) ખાલી પડેલ હોય, તેના માટે માનદ સેવકોની ભરતી ચાલુ માસમાં યોજાશે. જેના માટે લાયકાતમાં ઉંમર 18 થી 35 વર્ષ તેમજ ધોરણ-10 પાસ ઉમેદવા જેની ઉંચાઇ પુરૂૂષ ઉમેદવાર માટે 5 ફુટ 5 ઇંચ, મહિલા ઉમેદવાર માટે 5 ફુટ, તેમજ પુરૂૂષ ઉમેદવાર માટે દોડ 800 મીટર, 4 મીનીટમાં અને મહિલા ઉમેદવાર માટે દોડ 400 મીટર, 2.5 મીનીટમાં પુરી કરવાની રહેશે.
તેમજ કોઇ ગુનો નોંધાયેલ ન હોય તેવા અને તબીબી દ્રષ્ટીએ શારિરીક રીતે સક્ષમ ખોડ-ખાપણ વગરના ઉમેદવારોએએ ફોર્મ મેળવી સ્વહસ્તાક્ષરમાં ભરી ફોર્મમાં જણાવેલ પ્રમાણપત્રો સ્વ પ્રમાણીત નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટા, જે-તે વિસ્તારના રહેઠાણના પુરાવામાં આધાર કાર્ડ, રાશન કાર્ડ, ચુંટણી કાર્ડ અને કોઇ ગુનો નોંધાયેલ નથી તે અંગેનું પ્રમાણપત્ર આપવાનું રહેશે ફોર્મ મેળવવા માટે છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી છે ફોર્મ ગોમટા ટ્રાફિક શાખા, ચરખડી પાટીયા પાસે, નેશનલ હાઇ-વે રોડ, ગોંડલ સીટી એ ડીવી પોલીસ સ્ટેશન. તેમજ ગોંડલ સીટી બી ડીવી. પોલીસ સ્ટેશન, જેતપુર સીટી પોલીસ સ્ટેશન, જેતપુર ઉધ્યોગનગર પોલીસ સ્ટેશન,ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતેથી મેળવી અને તા:25/02/2026 ના સાંજે 06/00 કલાક સુધીમાં ગોમટા ટ્રાફિક શાખા, ચરખડી પાટીયા પાસે, નેશનલ હાઇ-વે રોડ ખાતે પહોચાડી દેવા ત્યારબાદ રાજકોટ: માઉન્ટેન પોલીસ ગ્રાઉન્ડ, જિલ્લા જેલની પાછળ ખાતે ભરતી માટે શારીરિક કસોટી યોજાશે. એનસીસી, એનએસએસ અને આર એસપી વગેરે પ્રવૃત્તિ કરેલ તથા આર્મી/પોલીસ ભરતી પ્રક્રિયામાં ઇન્ટરવ્યુ પાસ કરેલ ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે પસંદ થયેલ ઉમેદવારોને માનદ સેવા પેટે તેઓની ફરજની જગ્યા પર આવવા-જવા માટેનો ખર્ચ પેટે તેમજ ચા-નાસ્તા પેટે પ્રતિ દિવસ રૂૂ.450 રાજકોટ જિલ્લા ટ્રાફિક એજ્યુજેશન ટ્રસ્ટ દ્વારા ચુકવવામાં આવશે. તેમ એક યાદીમાં જણાવ્યું છે.
