યુદ્ધના માહોલ વચ્ચે ઈરાનમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, 4ના મોત

    ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધના માહોલ વચ્ચે સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના બની છે. આ હેલિકોપ્ટ રઈસ્ફહાન પ્રાંતના એક ફ્રૂટ હોલસેલ માર્કેટમાં ક્રશ થયું…

 

 

ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધના માહોલ વચ્ચે સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના બની છે. આ હેલિકોપ્ટ રઈસ્ફહાન પ્રાંતના એક ફ્રૂટ હોલસેલ માર્કેટમાં ક્રશ થયું હતું. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે. ઈરાનના પરમાણુ શક્તિ ધરાવતા પ્રાંત ઈસ્ફહાનમાં કાટમાળ ફેલાયેલો છે.

ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ સાથે સંકળાયેલી તસ્નીમ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે હેલિકોપ્ટર ઈરાની આર્મીના ઉડ્ડયન એકમનું હતું અને ઈસ્ફહાન પ્રાંતના ખોમેની શાહર કાઉન્ટીના દારચેહ શહેરના ફળ અને શાકભાજી બજાર વિસ્તારમાં ક્રેશ થયું હતું. એજન્સીએ જણાવ્યું હતું કે આ દુર્ઘટના ટેકનિકલ ખામીને કારણે થઈ હતી. આ ઘટનામાં પાઈલટ અને કો-પાઈલટ, બે બજાર વેપારીઓના મોત થયાં છે.

ન્યૂઝ એજન્સી રોયટર્સે અહેવાલ છે કે, ઈરાનનો એર સેફ્ટી રેકોર્ડ ઘણો ખરાબ છે. અહીં વારંવાર વિમાન અને હેલિકોપ્ટર દુર્ઘટનાઓ સર્જાય છે.આનું કારણ એ છે કે ઈરાન પાસે રહેલા મોટાભાગના એરક્રાફ્ટ 1979ની ઈસ્લામિક ક્રાંતિ પહેલા ખરીદવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને કારણે મેન્ટેનન્સ માટે અસલી સ્પેરપાર્ટ્સ ન મળતા હોવાથી જૂના વિમાનોમાં અવારનવાર ખામી સર્જાય છે.

ગયા અઠવાડિયે, ઈરાનના નિયમિત વાયુસેનાનું યુએસ-નિર્મિત F-4 ફાઇટર જેટ પશ્ચિમી હમાદાન પ્રાંતમાં તાલીમ ઉડાન દરમિયાન ક્રેશ થયું હતું, જેમાં એક પાઈલટનું મોત થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *