વાંકાનેરની પરિણીતાનું શંકાસ્પદ મોત, ઝેરી દવા પીવડાવ્યાની પરિવારને શંકા

  સાસરિયા સામે ગંભીર આક્ષેપો, ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું મોરબીના વાંકાનેરમાં આવેલા ભરવાડ પરામાં રહેતા પરિણીતાનું બિમારી સબબ મોત નિપજતા તેમનુ પોસ્ટ મોર્ટમ માટે મૃતદેહને…

 

સાસરિયા સામે ગંભીર આક્ષેપો, ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું

મોરબીના વાંકાનેરમાં આવેલા ભરવાડ પરામાં રહેતા પરિણીતાનું બિમારી સબબ મોત નિપજતા તેમનુ પોસ્ટ મોર્ટમ માટે મૃતદેહને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનામાં મૃતકના માવતર પક્ષના લોકોએ સાસરીયાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. હાલ મોતનુ સાચુ કારણ જાણવા ફોરેન્સીક પીએમ કરવામાં આવી રહ્યુ છે.

વધુ વિગતો મુજબ વાંકાનેરના ભરવાડ પરામાં રહેતા રૂપલબેન અવધભાઇ સરૈયા (ઉ.વ.28) નામના પરિણીતાનું ગઇકાલે સાંજે બેભાન થઇ જતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ ઘટનામાં માવતરપક્ષ કે જેઓ કોઠારીયા જડેશ્ર્વરમાં રહેતા હોય તેમના ભાઇ મુન્નાને શંકા છે કે, સાસરીયાઓએ બહેનને ઝેરી દવા પીવડાવી છે. જયારે સાસરીયાઓએ જણાવ્યુ હતુ કે, રૂપલને ઝાડા ઉલ્ટી થયા હતા અને બ્લડે પ્રેશર વધી જતા તે બેભાન થઇ ગઇ હતી. તેમજ રૂપલના લગ્નના ત્રણ વર્ષ થયા છે અને તેમને સંતાનમાં એક દીકરો છે. માવતરના આક્ષેપોથી રૂપલના મૃતદેહને ફોરેન્સીક પીએમ કરવામાં આવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *