વધુ એક રિક્ષા ગેંગ સક્રિય, યુવકનું 35 હજારની રોકડ સાથેનું પર્સ સેરવ્યું

અમદાવાદની ચિત્રકુટ સોસાયટીમાં રહેતા જીતેન્દ્રભાઈ ચૌહાણ (ઉ.વ.41)નું રૂૂા.35 હજારની રોકડ સાથેનું પાકીટ રિક્ષા ગેંગે તફડાવી લીધુ હતું. થોરાળા પોલીર્સે સીસીટીવી કેમેરાના આધારે તપાસ આગળ ધપાવી…

અમદાવાદની ચિત્રકુટ સોસાયટીમાં રહેતા જીતેન્દ્રભાઈ ચૌહાણ (ઉ.વ.41)નું રૂૂા.35 હજારની રોકડ સાથેનું પાકીટ રિક્ષા ગેંગે તફડાવી લીધુ હતું. થોરાળા પોલીર્સે સીસીટીવી કેમેરાના આધારે તપાસ આગળ ધપાવી છે. ફરિયાદમાં જીતેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે ગઈ તા.17ના રોજ સાંજે ભાઈ હર્ષદસિંહ સાથે પોતાના ગામ કોચાળાથી મીની ટ્રેક્ટર રીપેર કરાવવા રાજકોટ આવ્યા હતા. ત્યાર પછી દ્વારકા જવા માટે બસ સ્ટેન્ડ પહોંચવા ગંજીવાડા નજીકથી રિક્ષામાં બેઠા હતા.

જેમા અગાઉથી એક મહિલા, બાળક અને પુરુષ પેસેન્જરનાં સ્વાંગમાં બેઠા હતા. તેને અને તેના ભાઈને રિક્ષા ચાલકે પોતાની બાજુની સીટમાં બેસાડ્યા હતા. 80 ફૂટ ચોકડી પાસે પહોંચતા રિક્ષા ચાલકે બંને ભાઈઓને ઉતારી બાકીના પેસેન્જરોને ઉતારી આવું છું તેમ કહ્યું હતું. તે વખતે જોયુ તો ખભામાં ટીંગાતા થેલાની ચેન ખુલ્લી હતી. અંદર જોતા રૂૂા.35 હજાર રોકડા,આધારકાર્ડ, પાનકાર્ડ, ચાર એટીએમ કાર્ડ અને ડેબીટ કાર્ડ ગાયબ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *