અમદાવાદમાં જનમેદનીનો મહાસાગર: સંત મુકેશભાઇ દેસાઇ અને રઘુવીરદાસજી બાપુના આશીર્વાદથી સામાજિક ન્યાયને નવુ બળ મળ્યું
ગુજરાતની પવિત્ર ધરા પર જ્યારે પણ અન્યાય સામે અવાજ ઉઠાવવાની જરૂૂર પડી છે, ત્યારે ગુજરાતના પછાત વર્ગોએ હરહંમેશ નેતૃત્વ પૂરું પાડ્યું છે. આ જ પરંપરાને આગળ ધપાવતા, તા.22/02/2026 રવિવારે અમદાવાદમાં પાલડી સ્થિત ’રાજીવ ગાંધી ભવન’ ખાતે એક અભૂતપૂર્વ અને ઐતિહાસિક પદગ્રહણ સમારોહ સંપન્ન થયો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓ.બી.સી. ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત ચેરમેન ડો. મહેશભાઈ રાજપુતનો પદભાર ગ્રહણ કરવાનો આ અવસર માત્ર એક રાજકીય ઘટના નહીં, પરંતુ ગુજરાતના 52 ટકાથી વધુ ઓ.બી.સી. સમાજની અસ્મિતા અને અધિકારો માટેનો એક વિરાટ જન-આંદોલનનો શંખનાદ સાબિત થયો છે.
આ સમારોહમાં આધ્યાત્મિક ચેતનાના પ્રતીક એવા ગોગા મહારાજ ના સંત મુકેશભાઈ દેસાઈ અને રઘુવીરદાસજી બાપુ (કાગદડી આશ્રમ)ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. પૂજ્ય સંતોએ ડો. મહેશભાઈ રાજપુતને આશીર્વાદ પાઠવીને જણાવ્યું હતું કે, “જ્યારે નેતૃત્વ, નૈતિકતા અને સેવાભાવ સાથે જોડાય છે, ત્યારે તે સમાજના છેલ્લા માણસ સુધી ન્યાય પહોંચાડી શકે છે. ઓ.બી.સી. સમાજ એ સેવા અને સમર્પણનો પર્યાય છે.” સંતોના આ વચનોએ ઉપસ્થિત હજારો કાર્યકરોમાં એક નવી ઊર્જા અને પવિત્રતાનો સંચાર કર્યો.
ગુજરાત કોંગ્રેસના શક્તિશાળી નેતાઓએ મંચ પરથી વર્તમાન શાસન વ્યવસ્થા સામે અને ઓ.બી.સી. સમાજના પડતર પ્રશ્નો માટે ધારદાર પ્રહારો કર્યા હતા. અમિતભાઈ ચાવડા (ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ) – આંકડાકીય માહિતી સાથે જણાવ્યું કે વર્તમાન સરકાર OBC સમાજની અનામત સાથે ચેડા કરી રહી છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં યોગ્ય પ્રતિનિધિત્વ અને શૈક્ષણિક સુવિધાઓ માટે આ નવી ટીમ એક મજબૂત વિરોધ પક્ષ તરીકેની ભૂમિકા ભજવશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા પાછળ પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ ચેરમેન રાજેશભાઈ ગોહિલ ,પૂર્વ કાર્યકારી ચેરમેન રમેશભાઈ દેસાઈ અને અમદાવાદ શહેર ઓ બી સી ડિપાર્ટમેન્ટ ચેરમેન રણજીતસિંહ બારડએ જહેમત ઉઠાવેલ હતી.
