લાલપુરમાં કોલેરાનો વધુ એક કેસ નોંધાયો

આજની સ્થિતિએ ગ્રામ્યનો કુલ એક દર્દી દાખલ જામનગર શહેરમાં કોલેરાના કેસો નોંધાયા પછી હવે ગ્રામ્ય વિસ્તારમાં કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે આજે પણ લાલપુર માં…

આજની સ્થિતિએ ગ્રામ્યનો કુલ એક દર્દી દાખલ

જામનગર શહેરમાં કોલેરાના કેસો નોંધાયા પછી હવે ગ્રામ્ય વિસ્તારમાં કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે આજે પણ લાલપુર માં વધુ એક નોંધાયો છે. લાલપુર ના 30 વર્ષ ના યુવાન ને કોલેરા થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે તેની સઘન સારવાર ચાલી રહી છે.

જામનગર ગ્રામ્ય પંથક માં અત્યાર સુધીમાં કુલ 8 પોઝિટિવ કેસ નોંધાયો છે, તેમાં થી 7 દર્દીઓ ને રજા આપી દેવામાં આવી છે. જ્યારે 1 દર્દી આજ ની સ્થિતિ એ સારવાર માં છે. લાલપુર પંથકમાં આજે નોંધાયેલા કોલેરાના કેસને કારણે આરોગ્ય વિભાગ દ્વારા આનુસંગિક કામગીરીમાં આવી હતી જેમાં 246 મકાનો નો સર્વે કરવામાં આવ્યો હતો. અને 1259 ની વસ્તી ને આવરી લેવામાં આવી હતી.12 ઓઆરએસ ના પેકેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે 560 ક્લોરીન ની ટેબલેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. એકંદરે હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ સ્થિતિ અંકુશમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *