કચ્છ
સૌરાષ્ટ્ર-કચ્છના 716 ગામોમાં અંધાર પટ
ગ્રામ્ય વિસ્તારના 1271 ફીડર બંધ, 1527 વીજપોલ ધરાશાયી, 76 ટ્રાન્સફોર્મર ડેમેજ થયા, પીજીવીસીએલની ટીમ સતત દોડતી રહી
સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદને પગલે વીજળી ગૂલ થયાની અને ફરિયાદો સામે આવી છે. 716 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા પીજીવીસીએલની ટીમ ફિલ્ડમાં ઉતરી છે અને વીજ પુરવઠો પૂર્વવત થાય તે માટેના પ્રયાસો કરી રહી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 11 22 વીજપોલ ડેમેજ થઈ ગયા છે જ્યારે 76 ટીસી ડેમેજ થઈ ગયા છે અને 1542 ફીડર બંધ હોવાનુ સામે આવ્યું છે. જ્યારે રાજકોટ શહેરમાં વરસાદને કારણે લાઈટ ગૂલ થઈ ગયાની 317 ફરિયાદો ાલદભહમાં નોંધાઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ શહેરમાં 6 વીજ પોલ અને 2 ટીસી ડેમેજ થઈ ગયા હતા. જ્યારે ગ્રામ્યમાં 252 ફીડર બંધ થઈ ગયા હતા તો 27 ગામડાઓમાં વીજ પુરવઠો બંધ છે તો 146 વીજ પોલ અને 3 ટીસી ડેમેજ થઈ ગયા છે. ગામડાઓની જો વાત કરવામાં આવે તો આજે કચ્છમાં વધુ 399 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. આ સિવાય મોરબીના 17, પોરબંદરના 33, ભુજના 399, ભાવનગરમાં 8 તો અમરેલીમાં 22 અને સુરેન્દ્રનગરમાં 29 ગામોમાં વરસાદને કારણે વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો જેને કારણે લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
સૌરાષ્ટ્રમાં પડી રહેલા અનરાધાર વરસાદને લીધે વીજ વિતરણ વ્યવસ્થા ખોરવાઈ છે. ભારે પવન સાથે વરસેલા વરસાદે સૌરાષ્ટ્રમાં 1527 વીજપોલ ધરાશાયી કરી દીધા છે. 76 જેટલા ટ્રાન્સફોર્મર ડેમેજ થયા છે. એક જ દિવસમાં 1542 જેટલા ફીડર બંધ પડી ગયા છે જેમાંથી સૌથી વધુ ફીડર ખેતીવાડીના છે. સૌરાષ્ટ્રમાં 716 ગામડાં એવા છે જ્યાં ભારે વરસાદને કારણે વીજળી ગુલ થઇ ગઈ છે અને અંધારપટની સ્થિતિ સર્જાઈ છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં ભારે વરસાદને કારણે વીજ વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. પીજીવીસીએલ દ્વારા અગાઉ ચોમાસાને પગલે પ્રિ-મોન્સૂન કામગીરી કરી લેવામાં આવી હતી, પરંતુ છેલ્લા ચાર દિવસથી સૌરાષ્ટ્રમાં વરસી રહેલા ભારે પવન સાથેના વરસાદે અનેક સ્થળે વીજપોલ જમીનદોસ્ત થયા છે, કેટલાક સ્થળોએ લાઈન પડી ગઈ છે, સૌરાષ્ટ્રમાં 67 જેટલા ટ્રાન્સફોર્મર ડેમેજ થઇ જતા મોટી સંખ્યામાં વીજગ્રાહકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. સૌરાષ્ટ્રના 716 ગામડાંમાં હજુ અંધારપટની સ્થિતિ છે જેમાં સૌથી વધુ જામનગર જિલ્લાના 369 ગામડાંનો સમાવેશ થાય છે. વીજપોલ ઊભા કરવા, ટ્રાન્સફોર્મર બદલવા ટીમ સતત દોડતી રહી હતી.
કચ્છ
રાજકોટના પરિવારને કચ્છના નારાયણ સરોવર પાસે અકસ્માત; 7ને ઈજા
ફરવા આવેલ સુરત અને રાજકોટના પ્રવાસીની કાર સામ સામે અથડાઈ
કચ્છના માતાના મઢ અને નારાયણસરોવર વચ્ચે કપુરાશી ગામ નજીક રાજકોટના પરિવારની કારને અકસ્માત નડ્યો હતો. સુરત અને રાજકોટના પ્રવાસીની કાર સામે સામે અથડાતા આ અકસ્માતમાં ફબન્ને પરિવારના સાત સભ્યોને ઈજા થઇ હતી. અકસ્માતની ઘટના બાદ નારાયણસરોવર તરફ જતા કપુરાશી ગામના રોડ ઉપર ટ્રાફિક જામ થઇ ગયો હતો.
કચ્છમાં દિવાળીના વેકેશનમાં પ્રવાસીનોની સંખ્યા વધુ રહે છે તેના કારણે વાહનચાલકોની વધુ પડતી ઝડપ અને અજાણ્યા રસ્તાઓને કારણે ઉભી થતી મુશ્કેલી અકસ્માતનું કારણ બની શકે છે. કચ્છમાં રાજકોટ અને સુરતના પ્રવાસીઓની કાર સામસામે અથડાતા 7 જણને ઈજાઓ પહોંચતાં પહેલાં દયાપર અને બાદમાં વધુ સારવાર માટે નખત્રાણા તેમ જ ભુજ હોસ્પિટલમાં ખસેડાયા છે. કચ્છના યાત્રાધામ માતાના મઢ અને નારાયણસરોવર વચ્ચે કપુરાશી ગામ નજીક આ અકસ્માત સર્જાયો હતો.
સુરતથી કચ્છ આવેલા પરિવારની કારને રાજકોટથી કચ્છ ગયેલા પરિવારની કાર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં રાજકોટ રહેતા રમેશભાઈ ભાયા ગજરીયા, વિપુલાબેન રમેશ ગજરીયા, આર્યા રમેશ ગજરીયા અને રામાભાઈ ખીમાને ઇજાઓ થઈ હતી. જ્યારે સુરત રહેતા મૂળ કચ્છના પાટીદાર પરિવારના નીરવ હિતેશ પટેલ તેમના પત્ની નિરાલીબેન તેમ જ જેનીશ નરેશ પટેલને ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત બન્ને પરિવારના સાત સભ્યોને પ્રથમ દયાપર અને બાદમાં વધુ સારવાર માટે નખત્રાણા તેમ જ ભુજ હોસ્પિટલમાં ખસેડાયા છે.
યાત્રાધામ માતાના મઢ અને નારાયણસરોવર વચ્ચે કપુરાશી ગામ નજીક સર્જાયેલ આ અકસ્માતના બનાવ બાદ આ રોડ ઉપર ટ્રાફિક જામ થઇ ગયો હતો. બનાવન જાણ થતા પોલીસે તાત્કાલિક બનાવ સ્થળે પહોચી હતી અને બન્ને વાહનો રોડ ઉપરથી દુર કરી ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. આ મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોધી વધુ તપાસ હાથધરી છે.
કચ્છ
સોમવારથી રણ મહોત્સવ, પ્રથમ વખત સરકાર દ્વારા આયોજન
કચ્છના ધોરડોના રણમાં આગામી તા. 11 નવેમ્બર સોમવારથી રણ મહોત્સવનો પ્રારંભ થનાર છે. અગાઉ રણ મહોત્સવ યોજતી ખાનગી એજન્સીઓ લલ્લુજી એન્ડ સન્સ અને પ્રવેગ વચ્ચેના કાનુની વિવાદના કારણે આ વર્ષે ખુદ રાજ્ય સરકારે જ રણ મહોત્સવનું આયોજન કર્યુ છે. અને આ માટે પ્રવાસન નિગમને નોડલ તરીકે કામગીરી સોંપવામાં આવી જ્યારે અન્ય તમામ સરકારી વિભાગોને પણ જરૂરી વ્યવસ્થાની જવાબદારી સોંપતી સુચનાઓ આપવામાં આવી છે.
અગાઉ વર્ષથી રણ મહોત્સવનું આયોજન લલ્લુજી એન્ડ સન્સ નામની કંપની સંભાળતી હતી. પરંતુ આ વર્ષનું ટેન્ડર પ્રવેગ કંપનીને મળતા અને સમગ્ર વિવાદ હાઈકોર્ટમાં પહોંચતા ગત સપ્ટેમ્બર માસમાં હાઈકોર્ટે ટેન્ડર રદ કરવા હુકમ કર્યો હતો. જેના કારણે સરકાર પાસે રિ-ટેન્ડરની પ્રક્રિયાનો સમય નહી રહેતા અંતે આ વર્ષે પ્રવાસન નિગમના નેજા હેઠળ સરકારે જ રણ મહોત્સવનું આયોજન કર્યુ હતું.
કચ્છમાં ધોરડો ખાતે રણોત્સવ અંતર્ગત 11 નવેમ્બરથી શરૂૂ ટેન્ટ સિટી અને તે પછી સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતની અનેક પ્રવૃતિઓ યોજાશે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં વિવિધ સ્થળે બનતા આગના બનાવોમાં સુરક્ષાના સાધનોનો અભાવે દેખાઇ આવ્યો છે અને ખાદ્ય વાનગીઓમાં પણ ભેળસેળની બૂમ પડી છે તેને ધ્યાનમાં રાખતા સરકારે રણ ઉત્સવના વિવિધ સ્થળે ફાયર વિભાગ દ્વારા મોનિટરીંગ અને એનઓસી માટે ખાસ તાકીદ કરી છે. તે સાથે ફૂડની ગુણવત્તાની ચકાસણીની જવાબદારી પણ જિલ્લા વહીવટી તંત્રને સોંપી છે.
કચ્છમાં 2005થી શરૂૂ થયેલા રણોત્સવ નિહાળવા દેશ અને દુનિયામાંથી પ્રવાસી આવતા હોય છે. ધોરડો વિલેજને વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે જાહેર પણ કરાયું છે. રણોત્સવ દરમિયાન પ્રવાસીઓના ધસારાને જોતા વિશેષ સુવિધાનું આયોજન કરાતું હોય છે. 11 નવેમ્બરથી 15 માર્ચ-2025 સુધી ટેન્ટ સિટી અને 1 ડિસેમ્બરથી 28 ફેબ્રુઆરી-2025 સુધી અન્ય પ્રવૃત્તિઓમાં ક્રાફ્ટ સ્ટોલ, ફૂડ સ્ટોલ, સફેદ રણ ખાતે કલ્ચરલ પ્રોગ્રામ વિગેરે પણ યોજાશે. ઉદ્યોગ વિભાગ દ્વારા આ માટે પ્રવાસન નિગમને આયોજન માટે નોડલ તરીકે કામગીરી સોંપાઇ છે. જે તમામ વિભાગો સાથે સંકલનની કામગીરી, ટેન્ડર એજન્સી સાથે આંતર માળખાકીય સુવિધા સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો વિગેરેનું આયોજન કરશે.
કચ્છના જિલ્લા વહીવટી તંત્રને રણોત્સવ ખાતે મહાનુભાવોથીપ્રવાસીઓની મુલાકાત દરમિયાન ટ્રાફિક નિયમન, કાયદો-સલામતીની જાળવણી, ધોરડો અને સફેદ રણ માટે લેન્ડ યુઝ સહિતની જરૂૂરી મંજૂરી આપવા અને તબીબી ટીમ અને ફાયર ફાઇટની સુવિધા પણ સતત રાખવા જણાવાયું છે. રણોત્સવના સ્થળે ફાયર વિભાગ દ્વારા મોનિટરીંગ અને તે માટેનું એનઓસી આપવા ખાસ તાકીદ કરાઇ છે. બીએસએફ ચેક પોસ્ટથી સફેદ રણ સુધી જવા માટે સ્થાનિકો દ્વારા ઉંટ લારીની વ્યવસ્થા કરાવવા તંત્રને જણાવાયું છે.
કચ્છ
અંજારના લાખાપરમાં નિમકોટેડ યુરિયા મામલે ભચાઉના શખ્સ સામે ગુનો નોંધાયો
સેમ્પલ એફએસએલમાં મોકલ્યા બાદ 24 દિવસે પોલીસમાં ફરિયાદ
અંજારના લાખાપરમાં તા.14/10 ના ખેડૂતોએ સરકારી સબસડી વાળો યુરીયા ખાતરનો જથ્થો જે ખાનગી કંપનીઓમાં સપ્લાય કરાતો હતો તેને રોકી ખેતીવાડી અધીકારીને જાણ કરાયા બાદ જથ્થો જપ્ત કરી સેમ્પલ ચકાસણીમાં મોકલાયા હતા. રિપોર્ટ આવી જતાં આ જથ્થો નિમકોટેડ યુરિયાનો જ જથ્થો હોવાનુ ખુલતાં ખેતીવાડી અધિકારીએ અંજાર પોલીસ મથકે જીપના ચાલક અને જીપના માલિક બન્ને વિરૂૂધ્ધ ખેડૂતો માટેના યુરીયાની હેરાફેરી કરતા હોવાની ફરિયાદ નોંધાવી છે.
અંજાર ખાતે ખેતીવાડી અધિકારી તરીકે ફરજ બજાવતા ચંદુલાલ જગાજી માળીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તા.14/10 ના સવારે લાખાપરના ખેડૂતોએ ખેડૂતો માટેના સરકારી સબ સીડી વાળા નિમકોટેડ યુરીયાનો જથ્થો જીપમાં હેરાફેરી કરાતો હતો તેને લોકોએ રોક્યા બાદ અંજાર કિશાન સંઘના પ્રમુખ રામજી શામજીભાઇ મરંડે આ બાબતની જાણ કરી હતી. બાદમાં સ્થળ ઉપર જઇ માલવાહક જીપમાં લઇ જવાતા રૂૂ.21,300 ની કિંમતના યુરીયા ખાતરના જથ્થા સાથે જીપના ચાલક તરસંગજી જીવણજી રાણાવાડીયાની પુછપરછના આધારે જીપના માલીક ભચાઉના ચંદ્રેશ પ્રભુલાલ ઠક્કરની અટક કરી આ ખાતરના જથ્થામાંથી સેમ્પલ પૃથ્થકરણ માટે મોકલાયા હતા.
બીજી તરફ આ બન્ને જણાની પુછપરછમાં આ યુરિયા ખાતર ભચાઉ રહેતા પ્રકાશ પટેલનું નામ આપ્યું હતું જેના આધારે અંજાર પોલીસે ભચાઉના પ્રકાશ પટેલના રહેણાક મકાનમાંથી 27 બોરી નિમકોટેડ યુરિયા ખાતરની જપ્ત કરી હતી. ત્યારબાદ પુછપરછ દરમિયાન આ યુરિયા ખાતરનો જથ્થો ગઢશીશાના જે યુરીયા ખાતરના ડેપોના સંચાલક છે તે નિકુંઝભાઇ ઓઝાએ મોકલ્યો હોવાનું ખુલ્યું હતું. હવે આ ખાતરના સેમ્પલના પૃથ્થકરણ બાદ આ જથ્થો નિમકોટેડ યુરીયાનો જ હોવાનું બહાર આવતાં અંતે ખેતીવાડી અધિકારીએ બે જણા વિરુધ્ધ અંજાર પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી. આ બાબતે પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.
-
ગુજરાત1 day ago
જૂની પેંશન યોજનાને લઈ સરકારનો મહત્વનો નિર્ણય, 2005 પહેલાંના કર્મીઓને મળશે જૂની પેન્શનનો લાભ
-
રાષ્ટ્રીય2 days ago
શેરબજાર ધબાય નમઃ, ફરી રોકાણકારોના પૈસાનો ધુમાડો, સેન્સેક્સ 300 અંક તૂટયો
-
ગુજરાત1 day ago
જંગલેશ્ર્વરના દબાણકારોને સાંભળી 3 સપ્તાહમાં જવાબ આપવા HCનો હુકમ
-
ગુજરાત1 day ago
મુખ્ય માર્ગો પરથી વધુ 371 રેંકડી-કેબિન, બોર્ડ-બેનર, પાથરણાં જપ્ત
-
ગુજરાત1 day ago
ગુલાબવિહાર સોસાયટીમાં બિમારીથી કંટાળી નેપાળી યુવાનનો આપઘાત
-
ગુજરાત2 days ago
મોરબી સબ જેલમાંથી 40 ફાકી પકડાઇ, જેલરની રાજકોટ જેલમાં બદલી
-
ક્રાઇમ1 day ago
તહેવારમાં રાજસ્થાન ફરવા ગયેલા દેવનગરના પરિવારના મકાનમાંથી 1.13 લાખની ચોરી
-
રાષ્ટ્રીય2 days ago
ઓવરલોડ હોડીએ લીધી જળ સમાધી, 8 લોકો હતાં સવાર, 2ના મોત, જુઓ ઘટનાનો LIVE વીડિયો