ખોખળદડ નદી કાંઠે પૈસાની માગણી કરી અજાણ્યા શખ્સે શ્રમિકને છરી ઝીંકી

રાજકોટ શહેરના જંગલેશ્વર નજીક ખોડીયાર મંદિર પાસે રહેતા યુવાન આજે સવારના સમયે ખોખડદડ નદીના કાંઠે શ્રીહરી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં હતો ત્યારે અજાણ્યા માણસે છરી વડે આંખ…

રાજકોટ શહેરના જંગલેશ્વર નજીક ખોડીયાર મંદિર પાસે રહેતા યુવાન આજે સવારના સમયે ખોખડદડ નદીના કાંઠે શ્રીહરી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં હતો ત્યારે અજાણ્યા માણસે છરી વડે આંખ અને કપાળના ભાગે બીજા કરતા તેમને સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.

વધુ વિગતો મુજબ, જંગલેશ્વર ના ખોડીયાર મંદિર પાસે રહેતા રાજેશ રામુસિંહ ચૌહાણ નામનો 24 વર્ષનો યુવાન આજે સવારે 7 વાગ્યા શ્રી હરિ ઇન્ડસ્ટ્રીઝ એરીયા ખોખળદળ નદીના કાંઠે હતો ત્યારે અજાણ્યા માણસે છરી વડે ઇજા કરતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. રાજેશ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં પાલીશ નું કામ કરે છે અને પોતે મૂળ યુપી નો વતની છે આ અજાણ્યો શખ્સ તેમની પાસેથી પૈસા માંગતો હતો પણ રાજેશે પૈસા આપવાની ના પાડતા તેમણે હુમલો કર્યો હતો.આ મામલે થોરાળા પોલીસ સ્ટાફે રાજેશની ફરિયાદ પરથી કાર્યવાહી શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *