ખંભાળિયા પંથકના સોડસલાની પરિણીતા પુત્રી સાથે લાપતા

ખંભાળિયા તાલુકાના સલાયા નજીકના સોડસલા ગામે રહેતા મનસુખભાઈ બાબુભાઈ ઝિંઝુવાડીયા નામના 35 વર્ષના યુવાનના પત્ની પૂજાબેન (ઉ.વ. 27) ગત તારીખ 25 ડિસેમ્બરથી તેમની દવા લેવા…

ખંભાળિયા તાલુકાના સલાયા નજીકના સોડસલા ગામે રહેતા મનસુખભાઈ બાબુભાઈ ઝિંઝુવાડીયા નામના 35 વર્ષના યુવાનના પત્ની પૂજાબેન (ઉ.વ. 27) ગત તારીખ 25 ડિસેમ્બરથી તેમની દવા લેવા માટે જવાનું કહીને લાપતા બન્યા છે. ગુમ થનાર પૂજાબેન તેમની પાંચ વર્ષની પુત્રી ખુશ્બુ સાથે ઘરેથી ગયા બાદ આજ દિન સુધી પરત ન ફરતા આ અંગે મહિલાના પતિ મનસુખભાઈ ઝીંઝુવાડીયાએ સલાયા મરીન પોલીસ મથકમાં ગુમ નોંધ કરાવી છે.
ગુમ થનાર પૂજાબેન મજબૂત બાંધાના અને ઘઉંવર્ણા છે. તેઓએ કથ્થાઈ કલરનો પંજાબી ડ્રેસ પહેરેલો છે. પાંચ ફૂટ ચાર ઈંચની ઊંચાઈ ધરાવતા પૂજાબેન ગુજરાતી તેમજ હિન્દી ભાષા જાણે છે. તેમની સાથે રહેલી પુત્રી ખુશ્બુએ પીળા કલરનું સ્વેટર તેમજ બ્લુ કલરનો ડ્રેસ પહેર્યો છે. ઉપરોક્ત મહિલા-પુત્રીનો પતો મળ્યે સલાયા મરીન પોલીસ મથકના ફોન નંબર 02833- 285338 અથવા તપાસનીસ એ.એસ.આઈ. બોઘાભાઈ કેસરિયાના મોબાઈલ નંબર 9724416444 ઉપર સંપર્ક સાધવા એક યાદીમાં જણાવ્યું છે. (તસવીર : કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *