સાસણ-સોમનાથ-ગિરનાર-દ્વારકા-દીવમાં સહેલાણીઓનો મહાસાગર

હોટેલો-ગેસ્ટહાઉસો હાઉસફૂલ, દીવમાં પ્યાસીઓને રૂમ નહીં મળતા ખુલ્લામાં તંબુ તાણ્યા મીની વેકેશનના કારણે ગિરનાર ઉપર જબરી ભીડ, દ્વારકા-સોમનાથમાં દર્શનાર્થીઓની લાઇનો લાગી સાસણમાં પ્રકૃતિની ગોદમાં ખાણી-પીણી…

હોટેલો-ગેસ્ટહાઉસો હાઉસફૂલ, દીવમાં પ્યાસીઓને રૂમ નહીં મળતા ખુલ્લામાં તંબુ તાણ્યા

મીની વેકેશનના કારણે ગિરનાર ઉપર જબરી ભીડ, દ્વારકા-સોમનાથમાં દર્શનાર્થીઓની લાઇનો લાગી

સાસણમાં પ્રકૃતિની ગોદમાં ખાણી-પીણી સાથે સંગીતની મોજ માણતા પ્રવાસીઓ

ચાલુ વર્ષે નાતાલ અને થર્ટીફર્સ્ટના વેકેશન માટે સહેલાણીઓ સૌરાષ્ટ્રની આસપાસના દીવ, સાસણગીર, સોમનાથ, દ્વારકા, જુનાગઢ સહીતના સ્થળોએ ઉમટી પડતા હોટેલો- ગેસ્ટહાઉસો- ધર્મશાળાઓ ચિક્કાર સ્થિતિમાં જોવા મળે છે. મોટા ભાગના વિસ્તારોમાં હોટેલો- ગેસ્ટ હાઉસોમાં રૂમ મળી રહ્યા નથી. પરિણામે અનેક પ્રવાસીઓને હેરાન થવું પડયું હતું તો દીવમાં પણ અનેક પ્યાસીઓએ ખુુલ્લામાં ટેનટ નાખીને અડીંગો જમાવ્યો છે. જયારે સાસણગીરમાં પ્રકૃતિની ગોદમાં સહેલાણીઓ ખાણી-પીણી સાથે સંગીતની મોજ માણી રહ્યા છે.

દેવભૂમિ દ્વારકા
નાતાલના ગઈકાલે ગુરુવારથી શરૂૂ થયેલા તહેવારો નિમિત્તે અને શાળા કોલેજમાં નાતાલના મીની વેકેશનના માહોલમાં યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં ભાવિકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા યાત્રિકોને સરળતાથી દર્શન અંગે ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ સાથે દ્વારકા દર્શન સર્કિટના બેટ દ્વારકાધીશ મંદિર, નાગેશ્વર જયોતિર્લિંગ, ગોપી તળાવ, રૂૂકિમણી મંદિર, શિવરાજપુર બીચ, સુદર્શન સેતુ, હનુમાન દાંડી, મોમાઈ બીચ સહિતના તીર્થ અને પર્યટન સ્થળોમાં પણ ભાવિકો તથા સહેલાણીઓની ભારે ભીડ જોવા મળી હતી.ગુરૂૂવારથી નાતાલનું મીની વેકેશન શરૂૂ થતાં જ પ્રવાસીઓથી યાત્રાધામ દ્વારકા ધમધમવા લાગ્યુ છે.

ભાગવત સપ્તાહો, દર્શનાર્થે આવતા ભાવિકો અને હરવા-ફરવા આવતા લોકોના કારણે દ્વારકાનગરી ધમધમવા લાગી છે.યાત્રાધામ દ્વારકામાં નાતાલના મીની ફેસ્ટીવલની ગઈકાલથી શરૂૂઆત થઈ છે. તા. 25 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી 10 દિવસ દ્વારકામાં પ્રવાસીઓ, ભાવિક દર્શનાર્થીઓ અને સૌરાષ્ટ્ર ગુજરાતના વિદ્યાર્થી ટુરના બુકીંગો દ્વારકાની હોટલો અને અતિથિગૃહો, ધર્મશાળામાં ખૂબ જ બહોળા પ્રમાણમાં આવી રહ્યા છે. હાલમાં દ્વારકામાં હોટલ, ધર્મશાળા અને જુદા-જુદા સમાજના અતિથિગૃહોમાં જોઈએ તો અંદાજિત 3500 જેટલા રૂૂમો પ્રાપ્ત હોય, જેથી દ્વારકામાં હવે રહેવાની સુવિધાઓ ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપલબ્ધ છે. હાલમાં જ નાતાલના આ વેકેશનમાં દ્વારકામાં 5 થી 6 સ્થળોએ દેશના જુદા જુદા પ્રાંતોમાંથી યાત્રિકો દ્વારા ભાગવત સપ્તાહના કાર્યક્રમો શરૂૂ થયા છે.

જૂનાગઢ
પર્વતોના રાજા અને હિમાલયના દાદા તરીકે ઓળખાતા ગિરનાર પર્વત પર નાતાલના વેકેશનને લઈ પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટ્યું છે. ઠંડીની ગુલાબી મોસમ અને રજાઓના સંગમે જૂનાગઢને જાણે પ્રવાસીઓનું કેન્દ્ર બનાવી દીધું છે. વહેલી સવારથી જ ગિરનારની તળેટીથી લઈને માં અંબાના શિખર સુધી ‘જય ગિરનારી’ના નાદ સાથે આધ્યાત્મિક વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને દેશના ખૂણેખૂણેથી પ્રવાસીઓ આ અલૌકિક અનુભૂતિનો હિસ્સો બનવા પહોંચ્યા છે.

એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેની સુવિધા શરૂૂ થતા હવે યાત્રિકો માટે માં અંબાના દર્શન અત્યંત સરળ બન્યા છે. નાતાલની રજાને લઈ રોપ-વે પર પ્રવાસીઓની લાંબી કતારો જોવા મળી હતી. ખાસ કરીને સિનિયર સિટીઝન અને દિવ્યાંગો માટે આ સુવિધા આશીર્વાદરૂૂપ સાબિત થઈ રહી છે. રોપ-વે સંચાલકો દ્વારા પ્રવાસીઓ માટે પીવાના પાણી, જમવા અને ખાસ કરીને વૃદ્ધો માટે અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. માત્ર 10 મિનિટની રોપ-વે સફર દરમિયાન ગિરનારની ખાઈઓ અને જંગલના દૃશ્યો જોઈ પ્રવાસીઓ રોમાંચિત થઈ ઉઠ્યા હતા.માં અંબાના મંદિરે દર્શન કર્યા બાદ હજારો શ્રદ્ધાળુઓ ધીમે ધીમે પગથિયાં ચઢીને ગુરુ દત્તાત્રેયના શિખરે પહોંચ્યા હતા.

શિયાળાની કડકડતી ઠંડી હોવા છતાં ભક્તોના ઉત્સાહમાં જરાય કમી જોવા મળી નહોતી. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આવતા યાત્રિકો માટે ચા-પાણી અને પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા પણ સુરક્ષા અને ટ્રાફિકના નિયમન માટે ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. ગિરનારની સાથે સાથે પ્રવાસીઓએ જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લો અને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની પણ મુલાકાત લઈ રજાઓની ભરપૂર મજા માણી હતી. ખરેખર, આ નાતાલ પર્વ જૂનાગઢના પ્રવાસન ઉદ્યોગ માટે ખૂબ જ આશાસ્પદ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *