ધોરાજી સિટી પોલીસ દ્વારા વાલી વારસની શોધખોળ
ધોરાજી સીટી પો.સ્ટે અ.મોત.નં.04/2026 તા.12/03/2026 ના કામે મરણજનાર એક અજાણ્યો મુસ્લીમ પુરૂૂષ ઇસમ ઉ.વ. આશરે 70 વર્ષ નાઓને તા.12/03/2026 ના.ક.09/45 વાગ્યે સરકારી હોસ્પીટલ ખાતે સ્થાનીકો 108 એમ્બ્યુલન્સ મારફતે લઇ આવતા ફરજ પરના ડોક્ટરએ નાઓએ જોઇ તપાસી મરણ જાહેર કરલ છે. સદરહું મરણજનારના વાલીવારસ બાબતે કોઇ માહીતી મળે તો ધોરાજી સીટી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરશો. લાશનું વર્ણન- એક અજાણ્યો મુસ્લીમ પુરૂૂષ ઇસમ ઉં.વ. આશરે 70 વર્ષ જેના પુરા નામ ઠામ સરનામા જણાય આવેલ નથી જેના શરીરે જોતા મોઢા પર જમણા ગાલ ઉપર કાળા તલનુ નિશાન છે તથા જમણા કાન ઉપર મસો છે જે શરીરે પાતળા બાંધાનો, રંગે શ્યામ વર્ણ, ઉંચાઇ આશરે 5થ2 ની છે જેણે શરીરે ક્રીમ કલરનો કુર્તો તથા કાળા કલરનું નાઇટ પેન્ટ પેહરેલ છે. વાલી વારસાએ .પો.સબ.ઇન્સ આર.બી.બલદાણીયા-9998779777. 2.ધોરાજી સીટી પોકેટ.કોપ મો.નં.-6359629359નો સંપર્ક કરવો.
