રાજનગર ચોક પાસે બે બાઈક સામ- સામે અથડાતા રેલનગરના વૃદ્ધનું મોત

શહેરમાં માર્ગ અકસ્માતોની વણથંભી વણઝાર વચ્ચે વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક વૃદ્ધે પોતાનો જીવ ગુમાવ્યો છે. શહેરના રેલનગર વિસ્તારમાં આવેલ…

શહેરમાં માર્ગ અકસ્માતોની વણથંભી વણઝાર વચ્ચે વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક વૃદ્ધે પોતાનો જીવ ગુમાવ્યો છે. શહેરના રેલનગર વિસ્તારમાં આવેલ સુભાષ ચંદ્રબોઝ ટાઉનશીપમાં રહેતા 72 વર્ષીય હરસુખભાઈ વેલજીભાઈ ઝાલા (મોચી) ગઈકાલે રાત્રિના સમયે પોતાના કામ પરથી પરત ફરી રહ્યા હતા, ત્યારે રાજનગર ચોક સ્થિત ઇન્ડિયન પેટ્રોલ પંપ પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.

આ અકસ્માતમાં હરસુખભાઈને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓ લોહીલુહાણ હાલતમાં માર્ગ પર ઢળી પડ્યા હતા. અકસ્માત સર્જાયા બાદ તુરંત જ તેમને સારવાર અર્થે અત્રેની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ચાલુ સારવાર દરમિયાન મરણ જાહેર કરવામાં આવ્યું છે.

મૃતક હરસુખભાઈ તેઓ શહેરના એસ્ટ્રોન ચોક વિસ્તારમાં વોચમેન તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના સંતાનોમાં એક પુત્ર અને એક પુત્રી છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેઓ એકલવાયું જીવન જીવી રહ્યા હતા. ગત રાત્રિએ તેઓ પોતાની ફરજ પૂરી કરી બાઈક પર પરત ફરી રહ્યા હતા ત્યારે સામેથી આવતા અન્ય એક બાઈક ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવી હરસુખભાઈના વાહનને અડફેટે લીધું હતું, જેને કારણે આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો.

આ બનાવની જાણ થતા જ હોસ્પિટલ ખાતે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા અને પરિવારમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો. આ ઘટના અંગેની માહિતી મળતા જ માલવીયાનગર પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માત સર્જીને નાસી છૂટેલા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધવા વધુ કાર્યવાહી શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *