રાજકોટ જેલમાં સજા ભોગવી રહેલા પત્નીના હત્યારા પાકા કામના વૃદ્ધ કેદીનું બીમારીથી મોત

રાજકોટની સેન્ટ્રલ જેલમાં પત્નીની હત્યાના ગંભીર ગુનામાં પાકા કામના કેદી તરીકે સજા કાપી રહેલા ગારીયાધારના માંગુકા ગામના વૃદ્ધનું ટૂંકી બીમારી બાદ મોત નીપજ્યું છે. પોલીસ…

રાજકોટની સેન્ટ્રલ જેલમાં પત્નીની હત્યાના ગંભીર ગુનામાં પાકા કામના કેદી તરીકે સજા કાપી રહેલા ગારીયાધારના માંગુકા ગામના વૃદ્ધનું ટૂંકી બીમારી બાદ મોત નીપજ્યું છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, જીવરાજભાઈ જાદવભાઈ રાઠોડ (ઉ.79) જેલમાં સજા ભોગવી રહ્યા હતા ત્યારે ગત તા. 28 એપ્રિલના રોજ તેમની તબિયત લથડતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના બિછાને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજતા જેલ પ્રશાસન અને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મૃતક જીવરાજભાઇએ વર્ષ 2021માં તેમના પત્ની તેજુબેનની હત્યા થઈ હતી.આ હત્યાના ગુનામાં જીવરાજભાઈ દોષિત ઠર્યા હતા અને અદાલતે તેમને આજીવન કેદની સજા ફટકારતા તેઓ રાજકોટ સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહ્યા હતા.મૃતક જીવરાજભાઈને સંતાનમાં ત્રણ પુત્રો અને એક પુત્રી છે, જ્યારે તેઓ પોતે બે ભાઈ અને બે બહેનોના પરિવારમાં બીજા ક્રમના હતા. આ ઘટના અંગેની જાણ થતા જ રાજકોટની પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે જીવરાજભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની તપાસ શરૂૂ કરી છે. જેલમાં રહેલા કેદીના અચાનક મોતના પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *