LD એન્જિનિયરિંગ કોલેજની પરીક્ષામાં પ્રોફેસરે વિદ્યાર્થીને ફડાકા ઝિંકયા?

    અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં જીટીયુ (GTU) ની થિયરી પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી સાથે કથિત મારપીટની ઘટના સામે આવતાં વિવાદ સર્જાયો છે. મળતી માહિતી મુજબ,…

 

 

અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં જીટીયુ (GTU) ની થિયરી પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી સાથે કથિત મારપીટની ઘટના સામે આવતાં વિવાદ સર્જાયો છે. મળતી માહિતી મુજબ, GECTGOA ના પ્રમુખ અને સાયન્સ એન્ડ હ્યુમેનિટીઝ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. ડી. એસ. પટેલે પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થીને બે થપ્પડ મારી હોવાનો આક્ષેપ થયો છે.

હજુ સુધી શિક્ષણ વિભાગ કે કમિશનરેટ ઑફ ટેક્નિકલ એજ્યુકેશન દ્વારા કોઈ કડક પગલાં લેવાયા નથી. મારપીટના કારણે વિદ્યાર્થી ગંભીર માનસિક તણાવમાં હોવાનું અને તેની આગામી પરીક્ષાઓ પર વિપરીત અસર પડી શકે તેવી ચિંતા તેના પરિવારે વ્યક્ત કરી છે. આ મામલે જવાબદાર પ્રોફેસર સામે કાર્યવાહી કરી વિદ્યાર્થીને ન્યાય આપવાની માંગ ઉઠી છે. જોકે, આ આક્ષેપો અંગે સંબંધિત અધિકારીઓ કે કોલેજ તંત્રનો સત્તાવાર પ્રતિસાદ હજુ સુધી સામે આવ્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *