જામનગર ની અદાલતમાં પોતાની મુદ્દતમાં આવેલા ધ્રોળના એક બુઝુર્ગ ને એકાએક હૃદય રોગનો હુમલો આવી ગયો હતો, અને અદાલત પરિસરમાં જ બેશુદ્ધ બન્યા બાદ સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના ધ્રોલના વતની જદુવીરસિંહ જાડેજા (ઉંમર વર્ષ 66) કે જેઓ જામનગરની અદાલતમાં પોતાની મુદત હોવાથી જામનગર આવ્યા હતા, અને અદાલતની લોબીમાં ઊભા હતા, જે દરમિયાન તેઓને એકાએક છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ અદાલત પરિસરમાં ઢળી પડ્યા હતા. તેઓને એમ્બ્યુલન્સ મારફતે માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જયાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નિપજયું હોવાનું જાહેર કર્યું હતું. જેઓના મૃતદેહનું જી.જી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવાયું હતું. આ બનાવને લઈને મૃતકના પરિવારમાં શોક નું મોજું ફરી વળ્યું છે.
