નવાગામ ઘેડમાં સગાઇ તૂટ્યા બાદ ફરી સંબંધ નહીં થતા યુવતીનો આપઘાત

જિંદગી ટુંકાવી લેતા પરિવારમાં શોક જામનગરના નવાગામ ઘેડ- મધુરમ સોસાયટી વિસ્તારમાં રહેતી પ્રિયાબેન મનોજ ગીરી ગોસ્વામી નામની 21વર્ષ બાબાજી યુવતી એ ગઈકાલે પોતાના ઘેર દુપટ્ટા…

જિંદગી ટુંકાવી લેતા પરિવારમાં શોક

જામનગરના નવાગામ ઘેડ- મધુરમ સોસાયટી વિસ્તારમાં રહેતી પ્રિયાબેન મનોજ ગીરી ગોસ્વામી નામની 21વર્ષ બાબાજી યુવતી એ ગઈકાલે પોતાના ઘેર દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને નીચે ઉતારી લઇ બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જયાં ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

આ બનાવ અંગે મૃતકના પિતા મનોજગીરી છગનગીરી ગોસ્વામી એ પોલીસને જાણ કરતાં પી.એસ.આઇ વી.એન. ગઢવી બનાવના સ્થળે તેમજ જીજી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને પ્રિયાબેનના મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. આજથી ત્રણ વર્ષ પહેલાં તેણી ની સગાઈ થઈ હતી, પરંતુ તેણી નું સગપણ તૂટી ગયું હતું. ત્યારબાદ અન્ય કોઈ સ્થળે સગપણ થતું ન હોવાના કારણે તેણીએ જિંદગી થી તંગ આવી જઇ આ પગલું ભરી લીધા નું પોલીસ સમક્ષ જાહેર થયું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *