વડિયાના ખાખરીયા રોડ પર અકસ્માત સર્જાતા ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા

રોડ પર દારૂના પોટલાં ઉડ્યા, એક વ્યક્તિને ગંભીર ઇજા: દારૂના પોટલાં ઉડતા લોકોના ટોળાં રોડ પર જોવા ઉમટ્યા   અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા…

રોડ પર દારૂના પોટલાં ઉડ્યા, એક વ્યક્તિને ગંભીર ઇજા: દારૂના પોટલાં ઉડતા લોકોના ટોળાં રોડ પર જોવા ઉમટ્યા

 

અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયા થી ખાખરીયા તરફ ના રોડ પર સવારે અગિયાર વાગ્યાં આસપાસ એક અકસ્માત સર્જાયો હતો. અમરેલી તરફ થી વડિયા તરફ આવતી ઓટો રીક્ષા એક બાઈક સાથે અથડાતા બાઈક ચાલાક ને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે વડિયા હોસ્પિટલ ખાસેડાયા હતા ત્યાંથી વધુ સારવાર અર્થે રીફર કરાયા હતા જાણવા મળતી વિગત મુજબ ઈજાગ્રસ્ત વ્યક્તિગત ખાખરીયા ગામના રેલવે ના નિવૃત કર્મચારી છે.જયારે આ અકસ્માત માં ઓટોરીક્ષા પલ્ટી મારતા તેમાંથી દેશી દારૂૂના પોટલાંની રેલમ છેલ રસ્તા પર જોવા મળી હતી.

પ્રાપ્ત થતી માહિતી મુજબ એક શખ્સ અમરેલી તરફ થી ઓટો રિક્ષામાં દેશી દારૂૂ લઇ વડિયા તરફ આવી રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાતા દેશી દારૂૂ સપ્લાય નો ભાંડો ફૂટ્યો હતો. આ બાબતની જાણ વડિયા પોલીસને થતા તાબડતોડ પોલીસ ઘટના સ્થળે પહોંચીને રીક્ષા ચાલક અને દેશી દારૂૂના પોટલાં કબજે કર્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.જોકે ગાંધીના ગુજરાતમાં દારૂૂ બંધી છે ત્યારે આ વડિયા પાસે સર્જાયેલા અકસ્માત થી રોડ આસપાસ દારૂૂની પોટલીઓની રેલમ છેલ સર્જાતા લોકો સ્તબ્ધ થયા હતા અને અનેક વાતો લોકોમાં ચર્ચાતી જોવા મળી રહી હતી કે આટલો દેશી દારૂૂ વડિયા તરફ ?? શું વડિયા પોલીસ આ બાબતથી અજાણ હશે ?? શું દેશી દારૂૂના વેપલા બાબતે પોલીસ કુંભકર્ણ નિંદ્રામાં સૂતી હશે ?? ત્યારે આ દારૂૂ ક્યાંથી આવતો હતો? ક્યાં સપ્લાય થતો હતો? કેટલા સમયથી સપ્લાય થતો હતો? આ બાબતની તટસ્થ તપાસ કરવી જરૂૂરી છે સાથે જે વિસ્તાર માં દારૂૂ સપ્લાય થતો હતો તે વિસ્તાર માં આ દારૂૂ વેચનાર ઉપર કાર્યવાહી કરવી જરૂૂરી બને છે કુંભકર્ણ નિંદ્રા માથી વડિયા પોલીસ જાગી ને હવે શું કાર્યવાહી કરે છે તે તો આવનારો સમય જ બતાવશે પરંતુ વડિયા પોલીસની હદ માં અકસ્માત સર્જાતા ઓટો રિક્ષામાં પસાર થતા દેશી દારૂૂના જથ્થા એ દારૂૂ બંધી ના ધજાગરા ઉડાડ્યા છે તેમાં કોઈ શંકા ને સ્થાન નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *