અમરેલીના યુવક સાથે જામનગરના શખ્સે 12 લાખની છેતરપીંડી આચરી હતી. આ અંગે અમરેલી સીટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
અમરેલીમાં હનુમાનપરા રોડ સત્યનારાયણ સોસાયટીમાં રહેતા જયભાઈ ચંદ્રકિશોરભાઈ વાળા (ઉ.વ.36)એ જામનગરના રવિરાજસિંહ ખાનુભા પરમાર સામે અમરેલી સીટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમની માલિકીનો ટ્રક નંબર જી. જે. 14. એક્સ-7777 રવિરાજસિંહ પરમારને વેચાણથી આપ્યો હતો. પરંતુ આ ટ્રકના હપ્તા રવિરાજસિંહ પરમાર ભરતા ન હોય તેમજ ટ્રેક પરત આપતા નથી. અમરેલી યુવક સાથે 12 લાખની છેતરપીંડીની અમરેલી સીટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. આ અંગે હેડ કોન્સ્ટેબલ એમ.વી.મકવાણા વધુ તપાસ ચલાવી રહ્યા છે. આમ, અમરેલી જિલ્લામાં દિનપ્રતિદિન છેતરપિંડીના બનાવો વધી રહ્યાં છે.
