વડિયાના ભુખલી સાંથળીથી ખડખડ વચ્ચે ડાલામથ્થાએ માલધારી પશુઓનું કર્યું મારણ

એક ઘેટું અને એક બકરાનો કર્યો શિકાર, વનવિભાગના કર્મીઓએ ઘટના સ્થળની લીધી મુલાકાત અમરેલી જીલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયામાં છેલ્લા ઘણા સમયથી સિંહોનો…

એક ઘેટું અને એક બકરાનો કર્યો શિકાર, વનવિભાગના કર્મીઓએ ઘટના સ્થળની લીધી મુલાકાત

અમરેલી જીલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયામાં છેલ્લા ઘણા સમયથી સિંહોનો વસવાટ વધ્યો છે અને સિંહો એ નવુ ઘર વસાવ્યુ હોય તેમ રોજ બરોજ લોકોને દેખા દેવાની સાથે મારણ કર્યાની ઘટનાઓ સામે આવતી જોવા મળી રહી છે.વડિયાના ભૂખલી સાંથળી થી ખડખડ વચ્ચે નદી કિનારા પાસે દેવભૂમિ દ્વારકાના માલધારી એ પડાવ નાખ્યો હતો. આ પડાવ પાસે માલધારીના જણાવ્યા અનુસાર સમી સાંજમાં સિંહ માલધારી પડાવ નજીક આવ્યો હતો અને રાત્રી ના સમયે એક ઘેટું અને એક બકરાનો શિકાર સિંહ દ્વારા કરાવામા આવ્યો હતો આ સિંહ ના હુમલા બાદ બકારાનુ મરણ જયારે ઘેટું ઘાયલ થતા અંતે તે પણ મૃત્ય પામ્યું હતું.

સિંહના મારણની જાણ વન વિભાગના કર્મીઓ એ ઘટના સ્થળની મુલાકાત લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.જોકે માલધારી એ પોતાના પશુના મોત બદલ મળતી સહાય સરકાર દ્વારા આપવામાં આવે તેવી માંગણી કરી હતી.વડિયા વિસ્તાર સિંહોનું નવુ ઘર બન્યું હોય તેમ ઘણા સમયથી રોજ મારણની ઘટનાઓ સામે આવતી જોવા મળી રહી છે પરંતુ વન કર્મીઓની સતત દેખરેખથી કોઈ પંજવણીની ઘટનાઓ સામે આવી નથી અને વડિયા આસપાસના ગામડાઓમાં અને વડિયામાં સિંહો ને વાતાવરણ અને જગ્યાઓ અનુકૂળ આવતા નદી કિનારે નવો વસવાટ શરુ કર્યો હોય તેવા દ્રષ્યો જોવા મળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *