ટંકારા લજાઇ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં કાકા બાદ ભત્રીજાનું મોત

વાંકાનેરમાં રહેતા કાકા ભત્રીજા સહિત ત્રણ લોકો બાઇક લઇ લજાઇ ગામે ટાઇલ્સ લગાડવાના કામે જઇ રહ્યા હતા. ત્યારે લજાઇ ગામ પાસે અજાણયા ટ્રક ચાલકે બાઇકને…

વાંકાનેરમાં રહેતા કાકા ભત્રીજા સહિત ત્રણ લોકો બાઇક લઇ લજાઇ ગામે ટાઇલ્સ લગાડવાના કામે જઇ રહ્યા હતા. ત્યારે લજાઇ ગામ પાસે અજાણયા ટ્રક ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા બાઇક સવાર કાકાનું ભત્રીજાની નજર સામે મોત નીપજ્યુ હતું. જયારે સારવાર લઇ રહેતા ભત્રીજાએ પણ કાકા બાદ હોસ્પિટલના બીછાને દમ તોડી દેતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
મુળ રાજસ્થાનના વતની અને હાલ વાંકાનેરમાં રહેતા કાનારામ સ્વામી મોહનલાલ (ઉ.વ.23) અને તેના ભત્રીજા રાજેશભાઇ વિજયભાઇ દયાલ (ઉ.વ.21) બાઇક લઇ લજાઇ ગામે હોટલનુ કામ ચાલુ છે.

ત્યા ટાઇલ્સ લગાડવા ગયા હતા. જયાથી પરત ફરતી વખતે લજાઇ ગામ પાસે અજાણયા ટ્રક ચાલકે કાકા ભત્રીજાના બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. જે હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા કાકા-ભત્રીજાને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલ કાનારામનું ભત્રીજાની નજર સામે કાકાનું મોત નીપજ્યુ હતું. જયારે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ભત્રીજા રાજેશ વિજયભાઇ દયાલે પણ ટૂંકી સારવાર દરમ્યાન હોસ્પિટલના બીછાને દમ તોડી દેતા શ્રમિક પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક રાજેશ દયાલ ત્રણભાઇ ચાર બહેનમાં વચેટ હતો અને રાજેશ દયાલ અને તેના કાકા કાનાસ્વામી મોહલલાલ રાજસ્થાનથી વાંકાનેર ખાતે વસવાટ કરી મજૂરી કામ કરતા હતા. કાકો ભત્રીજો લજાઇ ગામે હોટલ ખાતે ટાઇલ્સનું કામ કરી પરત ફરી રહ્યા હતા. ત્યારે અજાણયા ટ્રક ચાલકે બાઇકને ઠોકરે ચડવાતા જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *