પાલિતાણામાં જૂથ અથડામણ, યુવાનની હત્યા

ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરમાંથી સરાજાહેર હત્યા નો બનાવ બનવા પામ્યો છે. શહેરના વ્યસ્ત એવા શેત્રુંજી ગેટ વિસ્તારમાં એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે કોઈ સામાન્ય…

ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરમાંથી સરાજાહેર હત્યા નો બનાવ બનવા પામ્યો છે. શહેરના વ્યસ્ત એવા શેત્રુંજી ગેટ વિસ્તારમાં એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે કોઈ સામાન્ય અને ક્ષુલ્લક બાબતે શરૂૂ થયેલી બોલાચાલીએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરી લીધું હતું. આ લોહિયાળ સંઘર્ષમાં તીક્ષ્ણ હથિયારો વડે થયેલા હુમલામાં એક 25 વર્ષીય મુસ્લિમ યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી છે, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં ચકચાર મચી ગઈ છે.

ખુન આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર, ગત રાત્રે શેત્રુંજી ગેટ પાસે એક જ કોમના બે જૂથના યુવકો એકઠા થયા હતા. કોઈ જૂની અદાવત કે તત્કાલીન સામાન્ય બાબતને લઈને બંને પક્ષો વચ્ચે બોલાચાલી અને ’તુતુ-મેમે’ શરૂૂ થઈ હતી.

જો કે, ક્ષણિક આવેશમાં મામલો એટલો બિચક્યો કે બંને પક્ષના લોકો લાકડીઓ અને તીક્ષ્ણ હથિયારો સાથે સામસામે આવી ગયા હતા અને સરાજાહેર અંધાધૂંધ મારામારી શરૂૂ થઈ ગઈ હતી.

આ જૂથ અથડામણની અંધાધૂંધી વચ્ચે સામા પક્ષના હિંસક બનેલા શખ્સોએ ત્યાં હાજર સાજીદ મહેતર નામના યુવકને ટાર્ગેટ બનાવ્યો હતો. હુમલાખોરોએ સાજીદ પર તૂટી પડીને છરી જેવા તીક્ષ્ણ હથિયાર વડે શરીરના ભાગે આડેધડ અનેક ઘા ઝીંકી દીધા હતા. છરીના ઊંડા ઘા વાગવાને કારણે સાજીદ લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ ઢળી પડ્યો હતો. જ્યારે તેની સાથે રહેલા અન્ય એક યુવકને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી.

વાતાવરણ તંગ બનતા જ હુમલાખોરો ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા સાજીદને આસપાસના સ્થાનિક રહીશો અને મિત્રો દ્વારા તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં જ પાલીતાણાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેની ગંભીર સ્થિતિને જોતા વધુ સારવાર અર્થે ભાવનગર રીફર કરાયો હતો. પરંતુ શરીરના મહત્વના અંગો પર ગંભીર ઈજાઓ થવાના કારણે અને અતિશય લોહી વહી જવાને લીધે ટૂંકી સારવાર દરમિયાન જ સાજીદ મહેતરે દમ તોડ્યો હતો, જેથી તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. જ્યારે અન્ય ઈજાગ્રસ્ત યુવકની સારવાર હાલ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *