22 વર્ષના લગ્નજીવન બાદ પરિણીતાને પતિનો ત્રાસ, પતિ પરસ્ત્રી સાથે કઢંગી હાલતમાં ઝડપાયો

યુનિવર્સિટી રોડ પર જલારામ પ્લોટમાં રહેતા જાગ્રુતિબેન પ્રફુલભાઇ રુપારેલ(ઉ.વ-47) એ વેરાવળમાં જલારામ કૃપામાં રહેતા પ્રફુલ પ્રભુદાસ રૂૂપારેલ વિરુદ્ધ ત્રાસ અંગે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.જાગૃતિબેને…

યુનિવર્સિટી રોડ પર જલારામ પ્લોટમાં રહેતા જાગ્રુતિબેન પ્રફુલભાઇ રુપારેલ(ઉ.વ-47) એ વેરાવળમાં જલારામ કૃપામાં રહેતા પ્રફુલ પ્રભુદાસ રૂૂપારેલ વિરુદ્ધ ત્રાસ અંગે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.જાગૃતિબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,22 વર્ષના લગ્નજીવનથી મારે સંતાનમા એક દિકરો એક દિકરી નામે છે બંન્ને હાલ મારી પાસે છે મે ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કરેલ છે.લગ્નબાદ હું મારા સાસરીમા મારા સાસુ-સસરા અને જેઠ-જેઠાણી સાથે સંયુક્ત પરીવારમા રહેવા ગયેલ અને ત્યા અમો ચારેક વર્ષ સંયુક્ત પરીવારમા રહેલ અને ત્યા લગ્નના બીજા દિવસથી જ પતિ ઝઘડો કરવા લાગ્યા હતા.

બાદમાં મારા દિકરાના જન્મ બાદ તે દસેક મહિનાનો હતો ત્યારે અમો અલગ રહેવા જતા રહેલ અને ત્યા પતિ ઘરની નાની-નાની વાતમા ઝગડાઓ કરી મને શારિરીક-માનસિક દુ:ખ ત્રાસ આપતા અને મને ક્યાંય બહાર જવા દેતા નહી.બાદ દિકરીનો જન્મ થયેલ અને બાદ પણ મારા પતિ ઘરની નાની-નાની વાતમા ઝગડાઓ કરતા અને આમ હું મારા પિયરમા ચાર-પાંચ વાર રીસામણે આવેલ અને બાદ ઘરમેળે સમાધાન કરીને જતા રહેતા અને આશરે ત્રણેક વર્ષ પહેલા મારા પતિએ મારી સાથે નાની એવી વાતમા ઝગડો કરી અને ઘરમા જે ફર્નિચર હોય તેને નુકશાન કર્યું હતું.

મને તથા મારા દિકરાને ઘરમાથી કાઢી મુકેલ અને ત્યારે મારી દિકરી મહેસાણા ખાતે હોસ્ટેલમા રહેતી હતી બાદ મે મારા પિયરમા વાત કરતા તેઓ મને તેડી ગયેલ અને બાદ હું ત્યા પાડોસીના મેરેજમાં ફેબ્રુવારી 2025 મા ગયેલ ત્યારે મને શંકા હોય કે મારા પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ છે જેથી અમોએ ઘરમેળે તા.02/06ના રોજ અમારા સમાજના અગ્રણી દ્વારા વાતચીત કરવા ગયેલ ત્યારે મારા પતિએ કોઇ જવાબ આપેલ નહી અને મળવા આવવાની ના પાડી દિધેલ બાદ અમો સમાધાન માટે બીજા દિવસે પણ ત્યા રોકાઇ ગયેલ બાદ તા.06/06 ના રોજ અમારા ઘરે ગયેલ મારા પતિને કઢંગી હાલતમા જોયેલ તો પતિ આ બાબતે અમારી સાથે ઝઘડો કરેલ અને અપશબ્દો બોલી મને મારકુટ કરી ઘરમાથી કાઢી મુકેલ હતી.જેથી મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *