દાંતનું ચોકઠું બનાવવા માટે રાજકોટ આવતા કાગદડીના વૃધ્ધનું અકસ્માતમાં મોત

19 દિવસ પહેલા બેડી ચોકડી પાસે બે બાઈક વચ્ચે અકસ્માત થયો’તો: સારવારમાં દમ તોડયો શહેરની ભાગોળે મોરબી રોડ પર આવેલા કાગદડી ગામે રહેતા વૃધ્ધ રાજકોટ…

19 દિવસ પહેલા બેડી ચોકડી પાસે બે બાઈક વચ્ચે અકસ્માત થયો’તો: સારવારમાં દમ તોડયો

શહેરની ભાગોળે મોરબી રોડ પર આવેલા કાગદડી ગામે રહેતા વૃધ્ધ રાજકોટ દાંતનું ચોકઠું બનાવવા માટે આવતા હતાં દરમિયાન બેડી ચોકડી પાસે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા તેમને ગંભીર ઈજા થતાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં જેમનું હોસ્પિટલના બિછાને મોત નીપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ કાગદડી ગામે રહેતા ભગવાનજીભાઈ કરમણભાઈ ઢોલરિયા (ઉ.75) નામના વૃદ્ધ ગત તા.28-3ના બપોરે પોતાનું બાઈક લઈ રાજકોટ દાંતનું ચોકઠું બનાવવા માટે આવી રહ્યા હતા ત્યારે મોરબી રોડ પર બેડી ચોકડી નજીક બેડી ગામના પુલ પાસે પહોંચતા સામેથી આવતા અજાણ્યા બાઈક સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં ભગવાનજીભાઈને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થતા સારવાર માટે પ્રથમ ખાનગી બાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 19 દિવસની સારવાર બાદ આજે તેમનો હોસ્પિટલના બિછાને મોત નીપજ્યુ હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી બીડિવિઝન પોલીસની જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં મૃતક ભગવાનજીભાઈ ત્રણ ભાઈ પાંચ બહેનમાં વચેટ અને ખેતી કામ કરતા હતા તેમને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈજવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *