Sports
અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર રાશિદ ખાનની T-20માં 600 વિકેટ
આવી સિધ્ધિ મેળવનાર તે બીજો બોલર બન્યો
અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર અને ટી20ના કેપ્ટન રાશિદ ખાને ટી20 ક્રિકેટમાં 600 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે. રાશિદ કમાલ ખાનના નામથી પ્રખ્યાત અફઘાન સ્પિનર આ સિદ્ધિ મેળવનાર બીજો બોલર બન્યો. ટ્રેન્ટ રોકેટ્સ તરફથી રમતા, રાશિદે ધ હન્ડ્રેડ મેન્સ કોમ્પિટિશન 2024માં માન્ચેસ્ટર ઓરિજિનલ્સના પોલ વોલ્ટરને આઉટ કરીને આ સિદ્ધિ હાંસલ કરી હતી.
રાશિદ ખાન પહેલા આ રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના ડ્વેન બ્રાવોના નામે હતો. ડ્વેન બ્રાવોના નામે 578 ટી-20 મેચમાં 630 વિકેટ છે. રાશિદ ખાને 441મી ટી20 મેચમાં 600 વિકેટનો આંકડો સ્પર્શ કર્યો છે. ટી20 ક્રિકેટમાં 500 કે તેથી વધુ વિકેટ લેનારા અન્ય બે બોલર છે, સુનીલ નારાયણ (557) અને ઈમરાન તાહિર (502). રાશિદ આ સિદ્ધિ મેળવનાર સૌથી યુવા અને ઝડપી બોલર બન્યો છે.
રાશિદ ખાને વર્ષ 2015માં ટી20 ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. અત્યાર સુધી તેણે 441 ટી20 મેચમાં 600 વિકેટ ઝડપી છે. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 18.25 રહી છે. ઈન્સ્ટન્ટ ક્રિકેટમાં 400 કે તેથી વધુ વિકેટ ઝડપનાર કોઈપણ ખેલાડી માટે આ સરેરાશ શ્રેષ્ઠ છે. રાશિદ ખાનનો ઈકોનોમી રેટ 6.47 રહ્યો છે. રાશિદ ખાનને વિશ્વના સૌથી ખતરનાક સ્પિનરોમાંથી એક ગણવામાં આવે છે.
Sports
ભારત-પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમતા જોવા મળશે
17 વર્ષ બાદ આફ્રો એશિયન કપ ટૂર્નામેન્ટ યોજાશે
હાલમાં ક્રિકેટને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. જી હાં વર્ષો પછી ફરી એકવખત અનોખી ટૂર્નામેન્ટ રમાવા જઈ રહી છે. જેમાં ભારત પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમતા જોવા મળશે. લાંબી રાહ જોયા બાદ આફ્રો એશિયા કપ ટુર્નામેન્ટમાં વાપસી થવાની છે. આ અનોખી ટુર્નામેન્ટમાં વિરાટ કોહલી અને બાબર આઝમ એક ટીમમાં રમતા જોવા મળી શકે છે. આફ્રિકા ક્રિકેટ એસોસિએશન 17 વર્ષ પછી એશિયન અને આફ્રિકન દેશો વચ્ચે આફ્રો એશિયા કપ ટુર્નામેન્ટનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ ટુર્નામેન્ટ છેલ્લે 2007માં રમાઈ હતી. હવે આ ટૂર્નામેન્ટ લગભગ 2 દાયકા પછી ફરી એકવાર વાપસી કરવા જઈ રહી છે.
આ ટુર્નામેન્ટમાં એશિયા-11 આફ્રિકા-11 સાથે સ્પર્ધા કરે છે. આફ્રિકા ક્રિકેટ એસોસિએશનના વચગાળાના પ્રમુખ તાવેન્ગવા મુકુહલાનીએ ટૂર્નામેન્ટને લઈને મોટું અપડેટ આપ્યું છે. તેણે કહ્યું છે કે આફ્રિકન ટીમો ઇચ્છે છે કે આફ્રો એશિયા કપ ફરી એકવાર શરૂૂ થાય. આફ્રિકન ક્રિકેટ કાઉન્સિલ (અઈઅ) એ તેની તાજેતરમાં યોજાયેલી વાર્ષિક સામાન્ય સભામાં ટૂર્નામેન્ટને ફરીથી શરૂૂ કરવા માટે એક સમિતિની રચના કરી હતી. જ્યારે આફ્રો-એશિયા કપ છેલ્લે 2007માં રમાયો હતો, ત્યારે તે એશિયન ટીમે 3-0થી જીત્યો હતો. આ પછી આ ટૂર્નામેન્ટ 2009 માં યોજાવાની હતી, પરંતુ તે પછી તે થઈ શક્યું નહીં.
આફ્રો-એશિયા કપની પ્રથમ સિઝન 2005માં રમાઈ હતી. પ્રથમ સિઝનમાં આ ટુર્નામેન્ટ 1-1 થી બરાબર રહી હતી. આફ્રો-એશિયા કપની પ્રથમ સિઝનમાં એશિયા ઈલેવનની કમાન પાકિસ્તાની ખેલાડી ઇઝમામ ઉલ હકે સંભાળી હતી. આ હક ટીમમાં અનિલ કુંબલે, રાહુલ દ્રવિડ અને આશિષ નેહરા જેવા સ્ટાર ભારતીયો રમતા જોવા મળ્યા હતા. તેમજ 2007માં યોજાયેલી ટૂર્નામેન્ટમાં મોહમ્મદ આસિફ, મોહમ્મદ યુસુફ, શોએબ અખ્તર, મહેન્દ્ર સિંહ ધોની, હરભજન સિંહ, સૌરવ ગાંગુલી અને વીરેન્દ્ર સેહવાગ જેવા સ્ટાર્સ એશિયા-11માં જોવા મળ્યા હતા.
Sports
ઓલિમ્પિક્સ-2036 અમદાવાદમાં રમાશે, ભારતે યજમાન બનવા IOCને લખ્યો પત્ર
પ્રથમ વખત એવું બનશે કે ભારતમાં ઓલિમ્પિક્સનું આયોજન થશે
ભારતે 2036માં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે પોતાનો દાવો રજૂ કર્યો છે. ભારતીય ઓલિમ્પિક સંઘ (ઈંઘઅ)એ આ સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિને એક સત્તાવાર પત્ર સુપરત કર્યો છે, જેમાં ભારતે ઓલિમ્પિકની યજમાની કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ મહત્વપૂર્ણ પગલા સાથે ભારતે ઓલિમ્પિકની યજમાની તરફ એક મોટું પગલું ભર્યું છે.
કેન્દ્રીય રમતગમત મંત્રાલયના સૂત્રોએ પુષ્ટિ કરી છે કે ભારત સરકારે આઇઓસીને 1 ઓક્ટોબરના રોજ લેટર ઓફ ઈન્ટેન્ટ દ્વારા ગેમ્સનું આયોજન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જો ભારત ઓલિમ્પિક ગેમ્સની યજમાની જીતે છે, તો તે પ્રથમ વખત બનશે કે ભારતીય શહેરમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી કહ્યું હતું ભારત ઓલિમ્પિક ગેમ્સ-2036ની યજમાની કરશે. 3 મહિના પહેલા પેરિસમાં યોજાયેલી ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ એક સિલ્વર સહિત 6 મેડલ જીત્યા હતા.
2032 સુધીના યજમાન નક્કી કરવામાં આવ્યા છે, 2036 માટે બિડિંગ કરવામાં આવશે. 2032 સુધીના ઓલિમ્પિક યજમાનોનો નિર્ણય લેવામાં આવ્યો છે. 2032ની યજમાની ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન શહેરને આપવામાં આવી છે. જ્યારે, 2028 ઓલિમ્પિક્સ લોસ એન્જલસમાં યોજાવાની છે.
ભારતે અત્યાર સુધીમાં 2 એશિયન અને એક કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી છે. દેશે છેલ્લે 2010માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી હતી. આ પહેલા આપણા દેશમાં 1982 અને 1951ની એશિયન ગેમ્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
Sports
મહિલા બનીને મેડલ જીતનાર બોક્સર પુરુષ નીકળી!!
ઇમાન ખલિફાનો મેડિકલ રિપોર્ટ લીક
પેરિસ ઓલિમ્પિક 2024માં 66 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ જીતનાર અલ્જેરિયાની બોક્સર ઈમાન ખલીફ ફરી એક વખત ચર્ચાનો વિષય બની છે. ઓલિમ્પિક દરમિયાન ઈમાનના જેન્ડરને લઈને વિવાદ થયો હતો અને હાલ તેનો મેડિકલ રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટમાં એવો ખુલાસો થયો છે કે ઈમાન ખલીફા બાયોલોજિકલ રીતે પુરુષ છે કારણ કે તેના શરીરમાં એકસવાય ક્રોમોસોમ મળી આવ્યા છે.
ઈમાન ખલીફા હવે લીક થયેલા મેડિકલ રિપોર્ટના કારણે તપાસના ઘેરામાં આવી છે. અહેવાલ મુજબ, ખલીફ પાસે અંડકોષ અને એકસવાય ક્રોમોસોમ છે. તેમની અંદર કોઈ ગર્ભાશય નથી, જે સ્ત્રીઓમાં હોય છે. ખલીફ 5-આલ્ફા રિડક્ટેઝની ઉણપથી પ્રભાવિત છે, પેરિસમાં ઓલિમ્પિક દરમિયાન, ઈમાનના જેન્ડર વિશે ચર્ચા ત્યારે શરૂૂ થઈ જ્યારે તેની એક વિરોધીએ તેના મુક્કાને પુરુષ જેવા કહીને મેચ છોડી દીધી હતી. સાથે જ જાણીતું છે કે ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન (આઇબીએ) એ પહેલા જ ઈમાન મહિલા સ્પર્ધાઓમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
-
રાષ્ટ્રીય20 hours ago
‘જેનું પણ ઘર બુલડોઝરથી તોડવામાં આવ્યું છે તેને 25 લાખ રૂપિયા આપો…’ સુપ્રીમ કોર્ટે યોગી સરકારને લગાવી ફટકાર
-
આંતરરાષ્ટ્રીય21 hours ago
ઐતિહાસિક જીત પર મારા મિત્રને અભિનંદન…પીએમ મોદીએ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા
-
આંતરરાષ્ટ્રીય18 hours ago
ટ્રમ્પની જીત સાથે ભારતીય મૂળના 6 નેતા અમેરિકન સંસદમાં પહોંચશે
-
ક્રાઇમ18 hours ago
માનેલા મામાએ સાત વર્ષની ભાણેજ ઉપર આચર્યુ દુષ્કર્મ
-
ક્રાઇમ18 hours ago
ગૃહકલેસમાં વૃદ્ધ દંપતી અને પુત્રનો આપઘાતનો પ્રયાસ
-
આંતરરાષ્ટ્રીય21 hours ago
‘આ ઈતિહાસની સૌથી મોટી રાજકીય ક્ષણ છે…’, અમેરિકાની ચૂંટણીમાં જીત બાદ ટ્રમ્પનો હુંકાર
-
રાષ્ટ્રીય1 day ago
USમાં ચૂંટણી વચ્ચે શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 79 હજારને પાર, તો નિફ્ટીમાં પણ ઉછાળો
-
ગુજરાત18 hours ago
નાગરિક બેંકની ચૂંટણીમાં સહકાર પેનલનો થશે ઝળહળતો વિજય