વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકી આપવાના ગુનામાં કારખાનેદારના આગોતરા મંજૂર

શહેરના આનંદનગર મેઇન રોડ પર આવેલ સાધના સોસાયટીમાં રહેતા જયેશ ગીરીશભાઈ પિત્રોડાએ ચિરાગ છનાભાઈ પટેલ વિરુદ્ધ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકી આપ્યા અંગેની ભક્તિનગર…

શહેરના આનંદનગર મેઇન રોડ પર આવેલ સાધના સોસાયટીમાં રહેતા જયેશ ગીરીશભાઈ પિત્રોડાએ ચિરાગ છનાભાઈ પટેલ વિરુદ્ધ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકી આપ્યા અંગેની ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે જયેશભાઈ પિત્રોડા દર્શન મેન્યુફેક્ચર નામે કિચનવેરનું કારખાનું ધરાવતા હોય ત્યારે આરોપી અટીકા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાંમાં કારખાનું ધરાવતા હોય આથી બંને ધંધાકીય વ્યવહારથી પરિચયમાં આવેલા અને જયેશભાઈને ધંધામાં ખોટ જતા આર્થિક જરૂૂરિયાત ઉપસ્થિત થતા ચિરાગભાઈ પટેલ પાસે રૂૂ.8 લાખ 5 ટકાના વ્યાજે લીધા હતા જેના બદલામાં રૂૂ.27 લાખ રૂૂપિયા ચૂકવી દેવા છતાં વ્યાજની અવારનવાર માગણી કરી ધમકી આપતા હોવાથી ફરિયાદી જયેશભાઈના પિતા ગિરીશભાઈ તેમના કારખાનામાં ઝેરી દવા પી લીધી હતી.

ફરિયાદમાં જણાવ્યું હતું. પોલીસ ધરપકડની દેહસતથી ચિરાગ છગનલાલ પટેલે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી જે જામીન અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ બચાવ પક્ષના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલિત તેમજ દસ્તાવેજી પુરાવા અને હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના રાખેલા ચુકાદાઓને ધ્યાને લઈ અદાલતે કારખાનેદાર ચિરાગ પટેલના આગોતરા જામીન મંજૂર કરતો હુકમ કર્યો છે. આરોપી ચિરાગ પટેલ વતી એડવોકેટ તરીકે રઘુવીર બસીયા અને ધર્મેશ પરમાર રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *