ગોંડલના ભગવતપરામાં બે સ્થળે મારામારી, દંપતી સહિત 4ને ઇજા

ગોંડલના ભગવતપરામાં એક જ દિવસમાં બે સ્થળે મારામારીના બનાવ બન્યા હતા જેમાં દંપતી સહીત ચારને ઇજા થતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં…

ગોંડલના ભગવતપરામાં એક જ દિવસમાં બે સ્થળે મારામારીના બનાવ બન્યા હતા જેમાં દંપતી સહીત ચારને ઇજા થતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે બે અલગ અલગ ફરીયાદમાં 7 સામે ગુનો નોંધયો છે.

મારામારીના પ્રથમ બનાવમાં ગોંડલના ભગવતપરામાં રહેતા ફાતેમાબેન હુસેનભાઇ કટારીયા અને તેના પતિ હુસેન યુસુફ કટારીયા ઘર પાસે હતા ત્યારે રજાક ઉર્ફે ધમો, બાબલો, રેશ્માબેન અને શબાનાબેને ધોકા વડે હુમલો કર્યો હતો. દંપતિને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજા બનાવમાં ભગવતપરામાં રહેતા કુણાલ ભરત સોલંકી અને તેના ભાઇ અમન ભરત સોલંકી ઉપર ભગવતપરાના કરણ, ભોલુ, મિલન સહીતના શખ્સોએ ઝઘડો કરી લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. આ મામલે ઇજાગ્રસ્ત બન્ને ભાઇઓને પ્રથમ ગોંડલ અને બાદમાં રાજકોટ સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
આ બન્ને મારામારીના બનાવમાં ગોંડલ પોલીસે ફાતેમાની ફરીયાદના આધારે ચાર અને કુણાલની ફરીયાદના આધારે ત્રણ એમ કુલ સાત સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *