જામનગર સગીરા અપહરણ અને દુષ્કર્મ કેસમાં આરોપીને વીસ વર્ષની સજા

જામનગર ની એક સગીરા ને ઈન્સ્ટાગ્રામ મારફત પરિચય થયા પછી એક શખ્સે તેણી ને પ્રેમજાળ માં ફસાવી લઈ લગ્નની લાલચ આપી તેણીનું અપહરણ કરી દુર્ષ્કર્મ…

જામનગર ની એક સગીરા ને ઈન્સ્ટાગ્રામ મારફત પરિચય થયા પછી એક શખ્સે તેણી ને પ્રેમજાળ માં ફસાવી લઈ લગ્નની લાલચ આપી તેણીનું અપહરણ કરી દુર્ષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું.આ.અંગે બે વર્ષ પહેલા પોલીસ માં ફરિયાદ નોંધાઈ હતી. તે અંગે નો કેસ ચાલી જતા અદાલતે આરોપી ને 20 વર્ષ તી સખત કેદ ની સજા નો હુકમ થયો છે .તેમજ ભોગ બનનાર સગીરા ને રૂૂ. ચાર લાખ નું વળતર આપવા પણ આદેશ કરવામાં આવ્યો છે.

જામનગર માં રહેતા મયુર પ્રફુલભાઈ ફટાણીયા નામના શખ્સે વર્ષ 2023 માં ઈન્સ્ટાગ્રામ માં જામનગર પંથક ની જ એક સગીરા સાથે પરિચય થયા પછી અવારનવાર મેસેજ તથા મોબાઈલ પર વાત કરી પ્રેમસંબંધમાં ફસાવી હતી. આ સગીરાને લગ્નની લાલચ આપી મયુર ફટાણીયા પોતાની સાથે ભગાડી ગયો હતો. આ શખ્સે તેણી પર દુર્ષ્કર્મ ગુજાર્યા ની ગઈ તા. 21-10-23 ના રોજ પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે પોકસો એકટ તથા આઈપીસીની કલમ હેઠળ ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.

આ અંગે નો કેસ જામનગર ની ખાસ પોકસો અદાલતમાં ચાલી જતા અદાલતે સરકાર પક્ષ તરફ થી રજૂ થયેલા 38 દસ્તાવેજી પૂરાવા અને દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી મયુર પ્રફુલભાઈ ફટાણીયા ને વીસ વર્ષ ની સખત કેદની સજા અને દંડ ફટકાર્યો છે. ભોગ બનનાર સગીરા ને રૂૂ. ચાર લાખ વળતર પેટે ચૂકવવા નો પણ આદેશ કર્યો છે. આ કેસ માં સરકાર તરફ થી જીલ્લા સરકારી વકીલ જમન ભંડેરી રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *