જામનગરમાં ડિફેન્સ કોલોનીમાં મહિલાની હત્યા કરનાર આરોપી ઝડપાયો

જામનગરમાં રામનવમી જેવા પવિત્ર તહેવારના દિવસે ડિફેન્સ કોલોની વિસ્તારમાં રહેતી એક પર પ્રાંતિય મહિલાનો ગળે ટૂંપો દઇ હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો, જેની હત્યાર…

જામનગરમાં રામનવમી જેવા પવિત્ર તહેવારના દિવસે ડિફેન્સ કોલોની વિસ્તારમાં રહેતી એક પર પ્રાંતિય મહિલાનો ગળે ટૂંપો દઇ હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો, જેની હત્યાર નિપજાવનાર એક શખ્સને પોલીસે ઝડપી લીધો છે, અને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે. પોતાની સાથે ચાર વર્ષથી અનૈતિક સંબંધો હોવાનું કબૂલ્યું છે, અને વારંવાર પૈસાની માંગણી થી તંગ આવી જઈ હત્યા કરી નાખ્યા ની કબુલાત આપી છે. જામનગરમાં ડિફેન્સ કોલોની વિસ્તારમાં રહેતી અને મૂળ મથુરાની વતની રીન્કી દેવી બન્ટુસિંહ કઠેરીયા નામની 40 વર્ષની મહિલાની ગળે ટૂંપો દઈને હત્યા નીપજાવાઈ હતી.

જે બનાવ અંગે મૃતકના પુત્ર રોહિત કઠેરિયા એ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, અને પોતાના જ મિત્ર એવા વિજય વિઠ્ઠલભાઈ ઓડિચ ની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. જેણે આ હત્યા કરી હોવાની કબુલાત પણ આપી છે.

પોલીસ પૂછપરછ દરમિયાન મૃતક મહિલા કે જે 2021 માં વિધવા બની હતી, ત્યાર પછી તેના પુત્ર રોહિતની મિત્રતા ના કારણે આરોપી વિજય ઓડિચ રિન્કીદેવીના સંપર્કમાં આવ્યો હતો, અને છેલ્લા ચારેક વર્ષથી બંને વચ્ચે અનૈતિક સંબંધો હતા. અને તેણી વારંવાર પૈસાની માંગણી કરી રહી હતી, અને જો પૈસા નહીં આપે તો પોલીસ ફરિયાદ કરશે તેવી ધમકી પણ આપી હતી.

જેથી મોકો ગોતીને પોતાના કાકાના ઘેર લઈ ગયો હતો, ત્યાં 23 મી તારીખે રાત્રિના લૂંગી વડે ગળે ટૂંપો દઈ હત્યા કરી નાખી હતી, અને કાયમી છુટકારો મેળવી લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હત્યા કર્યા બાદ પોતે આખરે ગભરાઈ ગયો હતો. રીન્કી દેવીના મૃતદેહ ને કોથળામાં નાખીને સંતાડી રાખ્યો હતો, અને પોતે શોધવાનું નાટક પણ કરતો હતો. પરંતુ દુર્ગંધ આવ્યા બાદ મામલો સામે આવી જતાં આખરે તેણે હત્યા કર્યાની કબુલાત આપી છે. પોલીસે તેને રિમાન્ડ પર લેવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *