ભાણવડ તાલુકામાં થોડા સમય પૂર્વે અપહરણનો એક ગુનો પોલીસ દફતરે નોંધાયો હતો. આ પોક્સો તથા અપહરણ પ્રકરણનો આરોપી મધ્ય પ્રદેશના ઝાબવા જિલ્લામાં હોવાની બાતમી ભાણવડ પોલીસને મળતા આને અનુલક્ષીને ભાણવડના પી.આઈ. કે.જે. કરપડા તેમજ તેમની ટીમ દ્વારા તાકીદની કાર્યવાહી કરી, આ પ્રકરણના આરોપી એવા રેવલા ઉર્ફે ગોવિંદ નાનસિંહ આદિવાસી નામના 21 વર્ષના શખ્સને ઝાબવા ખાતેથી તેના રહેણાંક મકાનમાંથી ભોગ બનનાર સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં પી.એસ.આઈ. એલ.એમ.પુરોહિત, એ.એસ.આઈ. દુદાભાઈ લુવા, પુંજાભાઈ વારોતરીયા, મયુરસિંહ, જનકભાઈ વિગેરે જોડાયા હતા.
