ત્રણ મિત્રો બાઈક લઈ મોવિયા જતાં હતા ત્યારે ચોરડીની ગોજારી ગોળાઈ પાસે બનેલો બનાવ
ગોંડલ તાલુકાના ચોરડી ગામ નજીક નેશનલ હાઇવે ની ગોળાઇ પર ત્રીપલ સવારી માં આવી રહેલા બાઇક સાથે ટ્રક અથડાતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માત માં ગોંડલ નાં એક યુવાન નુ ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતું.જ્યારે બે યુવાનો ઇજાગ્રસ્ત થતા સારવાર માં ખસેડાયા હતા.અકસ્માત નો ભોગ બનનાર યુવાન ની બે મહીના પહેલા સગાઇ થઇ હતી.બનાવ નાં પગલે પરીવાર માં રોકકળ મચી જવા પામી હતી.અકસ્માત સર્જી ટ્રક ચાલક નાશી છુટ્યો હતો.બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ રાત્રીનાં સાડા દશ નાં સુમારે ગોંડલ જેતપુર નેશનલ હાઇવે પર ચોરડી ગામ ની ગોળાઇ પર જીજે ઓ 3એલ.એફ 6018 નંબર નાં બાઇક પર સવાર ગોંડલ નાં મોવીયા રોડ પર રહેતા સકીલ હબીબભાઇ આરબ ઉ.25,નજીર ફીરોજભાઈ મકવાણા ઉ.21 તથા ગોંડલ બસસ્ટેન્ડ પાછળ ગાયત્રી નગર માં રહેતા જુનેદ ગુલાબભાઇ મકવાણા ઉ.30 પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક સાથે ધડાકાભેર બાઇક અથડાતા સર્જાયેલ અકસ્માત માં બાઇક ચાલક સકીલ આરબ નુ ઘટના સ્થળે ગંભીર ઇજાઓ ને કારણે મોત નિપજયું હતું.જ્યારે નજીરભાઈ તથા જુણેદભાઇ ઇજાગ્રસ્ત રોડ થતા શિવમ સાર્વજનિક ટ્રસ્ટ ની એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં.
અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક સાથે ફરાર થઈ ગયો હતો.બનાવ નાં પગલે દોડી આવેલી તાલુકા પોલીસે નાશી છુટેલા ટ્રક ચાલક ને જડપી લેવા તપાસ હાથ ધરી હતી. મૃતક સકીલ હબીબ આરબ સામાન્ય પરિવારમાંથી આવતાં હતા અને ફેબ્રિકેશનનું કામ કરતા હતા. તેઓ 6 ભાઈઓમાં ત્રીજા નંબર ના હતા. તેમની બે મહિના પહેલા જ સગાઈ થઈ હોવાનું જાણવા મળેલ હતું.બનાવ નાં પગલે પરિવાર હતપ્રત બન્યો હતો.
નેશનલ હાઇવે ચોરડી ની ગોળાઇ ગોજારી ગણાય છે.અગાઉ અકસ્માત માં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.હાલ રાજકોટ જેતપુર વચ્ચે સિક્સલેન નું કામ ચાલુ છે.અને નેશનલ હાઇવે પર ઠેરઠેર ઓવરબ્રિજ બની રહ્યા છે.પરંતુ અકસ્માત માટે કુખ્યાત ચોરડી ની ગોળાઇ પર બ્રીજ બનાવવા ની હાઇવે ઓથોરીટી દ્વારા કોઈ દરકાર નહી લેવાતા તાજેતર માં ચોરડી નાં ગ્રામજનો દ્વારા આંદોલન કરાયુ હતું.વાસ્તવ માં જ્યાં બ્રીજ ની જરુરીયાત છે. ત્યાં બ્રીજ બનાવાયાં નથી.અને જરુરીયાત વગર આડેધડ બ્રીજ ખડકી દેવાતા હાઇવે ઓથોરીટી નો અણધડ વહીવટ ટીકા પાત્ર બન્યો છે.
