LPG ભરેલું વધુ એક ટેન્કર ‘જગ વસંત’ કંડલા બંદરે પહોંચ્યું

  મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી અસ્થિરતા વચ્ચે ભારતની ઊર્જા સુરક્ષા માટે સુખદ સમાચાર આવ્યા છે. 42 હજાર મેટ્રિક ટનથી વધુ…

 

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી અસ્થિરતા વચ્ચે ભારતની ઊર્જા સુરક્ષા માટે સુખદ સમાચાર આવ્યા છે. 42 હજાર મેટ્રિક ટનથી વધુ એલપીજી (LPG ) ગેસ લઈને ’જગ વસંત’ નામનું ટેન્કર આજે સવારે ગુજરાતના કંડલા પોર્ટ પર આવી પહોંચ્યું છે. આ જથ્થો દેશમાં ગેસ સપ્લાયને સ્થિર રાખવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

કંડલા પોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, ગેસનો જથ્થો ઝડપથી પહોંચાડવા માટે ’મિડ-સી ટ્રાન્સફર’ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવશે. આ પ્રક્રિયામાં સમુદ્રની વચ્ચે જ જહાજમાંથી ગેસને અન્ય સિસ્ટમ અથવા પોર્ટની સુવિધાઓ સુધી પહોંચાડવામાં આવે છે, જેથી સમય બચે છે અને સપ્લાય ચેઈન ઝડપથી કાર્યરત થાય છે.

નોંધનીય છે કે હોર્મુઝના રસ્તે અત્યારે અત્યંત મર્યાદિત દેશોને જ જહાજ લઈ જવાની મંજૂરી મળી રહી છે, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ઈરાન સાથેના સારા સંબંધોને કારણે અત્યાર સુધીમાં ભારતના 4 મહત્વના ઓઈલ અને ગેસ ટેન્કરો સુરક્ષિત રીતે ભારત પહોંચી શક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *