ચંગા ગામ નજીક ટ્રાવેલ્સ અને પીકઅપ વચ્ચે અકસ્માત : બોલેરો ચાલકનું મોત

જામનગર નજીક ચંગા ગામની પાસે આજે બપોરે બારેક વાગ્યાના અરસામાં પુરપાટ ઝડપે આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ ની લક્ઝરી બસ સામેથી આવી રહેલા બોલેરો પીકપ વેન…

જામનગર નજીક ચંગા ગામની પાસે આજે બપોરે બારેક વાગ્યાના અરસામાં પુરપાટ ઝડપે આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ ની લક્ઝરી બસ સામેથી આવી રહેલા બોલેરો પીકપ વેન સાથે ડિવાઈડર કૂદીને ટકરાઈ ગઈ હતી, અને બોલેરો પલટી મારી ગયો હતો, તેમ જ લક્ઝરી બસ ટકરાઈને અકસ્માતનો ભોગ બની હતી. જે અકસ્માતમાં બોલેરો ના ચાલક મોટા થાવરીયા ગામના જસ્મીન મનસુખભાઈ તાળા (ઉમર વર્ષ30) ને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

આ ઉપરાંત લકઝરી બસની અંદર 15 જેટલા મુસાફરો બેઠા હતા, જે તમામને પણ નાની મોટી ઈજા થઈ હોવાથી અલગ અલગ ચાર 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં બે ઈજાજ રસ્તો ની હાલત ગંભીર ગણાવાઇ રહી છે.આ અકસ્માતના બનાવની જાણ થતા પંચકોસી બી. ડિવિઝન નો પોલીસ કાફલો તેમજ ટ્રાફિક શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને સૌ પ્રથમ વાહન વ્યવહારને પૂર્વવત બનાવ્યો છે, જયારે સમગ્ર બનાવ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવાઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *