ઉનામાં ફાયરિંગ પ્રકરણમાં ‘આપ’ ઉમેદવાર જ આરોપી નીકળ્યો, ધરપકડ

ઉના-ભાવનગર બાયપાસ નજીક ગત મોડી રાત્રે આપ પાર્ટીના ઉમેદવાર અને એડવોકેટ અજય બાંભણિયાએ પોતાની કાર પર બે અજાણ્યા બાઈકસવાર શખ્સોએ ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કર્યો…

ઉના-ભાવનગર બાયપાસ નજીક ગત મોડી રાત્રે આપ પાર્ટીના ઉમેદવાર અને એડવોકેટ અજય બાંભણિયાએ પોતાની કાર પર બે અજાણ્યા બાઈકસવાર શખ્સોએ ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ ઉના પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. આ ગંભીર ઘટનાને લઈ ઉના પોલીસ ઈન્સ્પેક્ટર જે.જે. મોરી દ્વારા તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી.

ચૂંટણી સમયે બનેલી આ ઘટનાને પગલે જિલ્લાપોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા સહિત કઈઇ, જઘૠના અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઉના દોડી આવ્યો હતો. અલગ-અલગ ટીમોએ ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ શરૂૂ કરી.દરમિયાન આપના ઉમેદવાર અજય બાંભણિયા પોતાની કારમાં પોલીસ સ્ટેશન આવ્યા ત્યારે કારમાંથી ઉતરતી વખતે તેમના ખિસ્સામાંથી જીવતો કાર્ટૂસ પોલીસ સ્ટેશનના પટાંગણ માં પડી ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. પોલીસને કાર્ટૂસ મળતાં ઘટના પાછળ કંઈક કાળું હોવાની અને રાજકીય વિરોધીઓને ફસાવવાનું કાવતરું હોવાની શંકા ગઈ.

તાત્કાલિક ઋજકની મદદથી ઝીણવટભરી તપાસ કરતાં ફાયરિંગની ઘટના ઉપજાવી કાઢેલીહોવાનુંબહારઆવ્યું. પોલીસે આપના ઉમેદવાર અને એડવોકેટ અજય બાંભણિયાની તાત્કાલિક અટકાયત કરી. પોતાના પર હત્યાનો પ્રયાસ થયો હોવાની ખોટી અને દ્વેષપૂર્ણ માહિતી આપી પોલીસને ગેરમાર્ગે દોરવા તથા વિરોધીઓને નુકસાન પહોંચાડવાના કૃત્ય બદલ પોલીસે કાર્યવાહી કરી.

પોલીસે અજય ભાણા બાંભણિયા, ઉ.વ. 38, રહે. ઉના વાળા વિરુદ્ધ એફએસએલના તલસ્પર્શી અહેવાલ તથા ટેકનિકલ પુરાવાના આધારે આર્મ્સ એક્ટ સહિતવિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ગેરકાયદેસર જીવતો કાર્ટૂસ કબજે કરી તપાસ હાથ ધરી છે. જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે આરોપી પાસે દેશી તમંચાનો કાર્ટૂસ ક્યાંથી આવ્યો અનેહથિયાર ક્યાં છે તેની તપાસ ચાલુ છે. આરોપી અજય બાંભણિયા સામે અગાઉ પણ બે ગુના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે.આમ ચૂંટણી સમયે વિરોધ પક્ષના લોકોને બદનામ કરી પોતાનું રાજકીય નાટક રચનાર આપનાઉમેદવારના ફાયરિંગના કાવતરાનો પર્દાફાશ થતાં લોકોમાં રાહતની લાગણી ફેલાઈ છે. પોલીસની ત્વરિત અનેતટસ્થતપાસે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું.

ઉમેદવાર પોતે મતદાનથી વંચિત રહેશે
અજય બાંભણિયા બે વોર્ડમાં ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ ફાયરિંગની ઉપજાવી કાઢેલી ઘટના અને તેમની પાસેથી મળેલા કાર્ટૂસ બાબતે ગુનો નોંધાઈ અટકાયત થતાં ખુદ ઉમેદવાર પોતાના મતાધિકારથી વંચિત રહે તેવો ઘાટ સર્જાયો છે. આ ઘટનાથી સમગ્ર સૌરાષ્ટ્રમાં આપ પાર્ટીના ઉમેદવારના કૃત્યથી પાર્ટીના નેતાઓની શાખ ખરડાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *